નેશનલ

કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે Diwali ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે વધારો

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓની જેની રાહ જોઇ રહ્યા છે તે અંગે મોટી જાહેરાત કરી શકે છે. જેમાં આજે દિવાળી(Diwali 2024)પૂર્વે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આજની કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે અને સરકારી કર્મચારીઓ-પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાની આશા છે.

કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવા આવશે

લગભગ એક કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો કેન્દ્ર સરકાર તરફથી આ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવતું હતું કે સરકાર નવરાત્રિ દરમિયાન તેની કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવા આવશે. જોકે છેલ્લી કેબિનેટ બ્રીફિંગમાં તેની જાહેરાત કરવામાં આવી ન હતી. જેને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણને સંબોધિત કરી હતી.

કર્મચારીઓને કેટલો પગાર મળશે ?

ડીએમાં વધારાને કારણે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર પણ વધશે. જો કોઈ કર્મચારીનો માસિક પગાર 50 હજાર રૂપિયા છે, તો જો ડીએમાં 3 ટકાનો વધારો થશે તો તેને વધારાના 1500 રૂપિયા મળશે.

કેટલું DA મળે છે?

કેન્દ્રીય કર્મચારીઓને ડીએ અને પેન્શનરોને ડીઆર મળે છે. હાલમાં, DA મૂળ પગારના 50 ટકા છે. તેમાં છેલ્લે માર્ચ 2024માં વધારો કરવામાં આવ્યો હતો. તેમાં 4 ટકાનો વધારો થયો હતો. આ વધારો જાન્યુઆરી 2024થી અમલમાં આવ્યો છે. ઘણા સમયથી ડીએમાં કોઈ વધારો થયો નથી. હાલ એવું માનવામાં આવે છે કે સરકાર તહેવારો પહેલા તેમાં વધારો કરી શકે છે. ડીએ વધારવાની જાહેરાત કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવે છે. જે અલગ-અલગ ક્ષેત્રોમાં રિટેલ કિંમતોમાં ફેરફારને આધારે તૈયાર થાય છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button