દેશની પ્રથમ Bullet Train બનાવશે આ સરકારી કંપની, મળ્યો રૂપિયા 866.87 કરોડનો કોન્ટ્રાક્ટ
નવી દિલ્હી : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન(Bullet Train)મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે. દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ પર કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે ભારતીય રેલ્વે માટે ટ્રેનો બનાવતી સરકારી કંપની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ BEMLને બુલેટ ટ્રેન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. BEML પણ એક સરકારી કંપની છે. જેનું મુખ્યાલય બેંગલુરુમાં છે. BEML ને 8 કોચના 2 હાઇ સ્પીડ ટ્રેન સેટ બનાવવા માટે રૂપિયા 866.87 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
BEML એ પ્રેસ રિલીઝમાં માંહિતી આપી
આ કોન્ટ્રાક્ટ હેઠળ, BEML માત્ર બુલેટ ટ્રેનનું નિર્માણ જ નહીં પરંતુ તેની ડિઝાઇન અને કમિશનિંગનું કામ પણ કરશે. “ICF એ બે હાઇ-સ્પીડ ટ્રેન સેટની ડિઝાઇન, બાંધકામ અને કમિશનિંગ માટે BEMLને કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાં દરેક ટ્રેનમાં 8 કોચ હશે, BEML લિમિટેડે મંગળવારે 15 ઓક્ટોબરના રોજ જાહેર કરેલી એક અખબારી યાદીમાં આ જણાવ્યું હતું.
બુલેટ ટ્રેનના એક ડબ્બાની કિંમત 27.86 કરોડ રૂપિયા હશે.
બુલેટ ટ્રેનના દરેક કોચની કિંમત રૂપિયા 27.86 કરોડ છે અને કુલ કોન્ટ્રાક્ટની કિંમત રૂપિયા 866.87 કરોડ છે. તેમાં ડિઝાઇન ખર્ચ, વન-ટાઇમ ડેવલપમેન્ટ કોસ્ટ, નોન-રિકરિંગ ચાર્જિસ અને જીગ્સ, ફિક્સર, ટૂલિંગ અને ટેસ્ટિંગનો સમાવેશ થાય છે. BEMLએ જણાવ્યું હતું જેનો ઉપયોગ ભારતમાં ભવિષ્યના તમામ હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે કરવામાં આવશે.
પરીક્ષણ 280 કિમી પ્રતિ કલાકની ઝડપે કરાશે
BEML એ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ભારતની હાઇ-સ્પીડ રેલ માટે એક સીમાચિહ્નરૂપ ચિહ્નિત કરશે. જેમાં 280 kmphની ટેસ્ટિંગ સ્પીડ સાથે પ્રથમ સ્વદેશી ડિઝાઇન કરાયેલ મેડ ઇન ઇન્ડિયા ટ્રેનનો સમાવેશ થાય છે. ICFએ 5 સપ્ટેમ્બરે 2 ચેર-કાર હાઇ-સ્પીડ ટ્રેન માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. આ સ્ટેનલેસ સ્ટીલ કાર્બોડી ટ્રેનોની મહત્તમ સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાક અને ઓપરેશનલ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક હશે.
Also Read –