નિપાહ વાઇરસને લઇને કેન્દ્રની ટીમ પહોંચી કોઝિકોડ | મુંબઈ સમાચાર

નિપાહ વાઇરસને લઇને કેન્દ્રની ટીમ પહોંચી કોઝિકોડ

કેરળના 129 સ્વાસ્થ્યકર્મીઓ હાઇ રિસ્ક પર

કેરળમાં નિપાહ વાઇરસને ચેપ ફેલાતા કેન્દ્રની પશુપાલન વિભાગના અધિકારીઓની ટીમ કેરળના કોઝિકોડમાં પહોંચી છે. 4 લોકોની આ ટીમમાં 2 જોઇન્ટ કમિશનર પણ સામેલ છે. નિપાહ વાઇરસ એ એક આનુવાંશિક રોગ છે. જેના પર સંશોધન થવું જરૂરી છે. આથી ટીમના અધિકારીઓ દ્વારા પાલતુ પ્રાણીઓ તેમજ ડુક્કરના સેમ્પલ લેવામાં આવશે તેમજ સેમ્પલ પરથી વાઇરસ ક્યારે-કઇરીતે ફેલાયો તે અંગે સંશોધન કરવામાં આવશે.

કોઝિકોડમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નિપાહ વાઇરસના ચેપને લઇને કુલ 142 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 1233 કોન્ટેક્ટ્સની ઓળખાણ થઇ ગઇ છે. જેમાંથી 352 કોન્ટેક્ટ્સને હાઇ રિસ્કની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ હાઇ રિસ્ક કોન્ટેક્ટ્સમાં 129 સ્વાસ્થ્યકર્મીઓ પણ સામેલ છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મોકલાવેલી ટીમ રાજ્ય સરકારને ટેકનીકલ મદદ સહિત સર્વેલન્સ, ટેસ્ટિંગ, કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ જેવી કામગીરીમાં મદદ કરી રહી છે. સેન્ટ્રલ ટીમમાં NIV પુણે, RML હોસ્પીટલના ડોક્ટર, NCDC દિલ્હી, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એપિડેમિયોલોજી ચેન્નઇના અધિકારીઓ સામેલ છે. નિપાહ વાઇરસને લઇને સ્વાસ્થ્ય મંત્રાલય સતત કેરળ સરકારના સંપર્કમાં છે. આરોગ્ય વિભાગની ટીમે કોઝિકોડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નિપાહ વાઇરસના પ્રથમ દર્દીનું ઘર અને તેના બગીચાની મુલાકાત લીધી છે.

Back to top button