લગ્નમાંથી પરત ફરતી ઈકો પર સીમેન્ટ ભરેલો ટ્રક પલટ્યો, 9 લોકોના કમકમાટીભર્યા મોત | મુંબઈ સમાચાર

લગ્નમાંથી પરત ફરતી ઈકો પર સીમેન્ટ ભરેલો ટ્રક પલટ્યો, 9 લોકોના કમકમાટીભર્યા મોત

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં સીમેન્ટ ભરેલો ટ્રક મારુતિ ઈકો પર પલટી ગયો હતો. આ ઘટનામાં ઈકોમાં સવાર 11 લોકોમાંથી 9 લોકોના મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીત ઘાયલ થયા હતા.

અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈકોમાં ફસાયેલાલોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તપાસ બાદ ડોક્ટરોએ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બે ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે.

ઈકો કારમાં સવાર લોકો એક લગ્ન સમારોહમાંથી પરત આવતી હતા. આ સમયે વહેલી સવારે 3-4 વાગ્યા આસપાસ મેઘનગર વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ઝાબુઆના એસ પી પદ્મ વિલોચન શુક્લાએ જણાવ્યું કે, ઝાબુઆ જિલ્લાના મેઘનગર પાસે સિમેન્ટ ભરેલી ટ્રક ઈકો પર પલટી જતાંનવ લોકોના મોત થયા છે, જ્યારે બે ઘાયલ થયા છે. આ ઘટના ગઈ મોડી રાત્રે લગભગ ૩-4 વાગ્યે બની હતી.

આ પણ વાંચો….વડોદરા બાદ અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત

Back to top button