સીડીએસ અનિલ ચૌહાણે જણાવ્યું, પાકિસ્તાનના ડ્રોન હુમલાથી ભારતને કોઈ નુકસાન નથી થયું | મુંબઈ સમાચાર
નેશનલ

સીડીએસ અનિલ ચૌહાણે જણાવ્યું, પાકિસ્તાનના ડ્રોન હુમલાથી ભારતને કોઈ નુકસાન નથી થયું

નવી દિલ્હી : ભારતીય સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( સીડીએસ) અનિલ ચૌહાણે જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ડ્રોન હુમલાથી ભારતને કોઈ નુકસાન નથી થયું. તેમણે માણેક શા સેન્ટર ખાતે આધુનિક શસ્ત્રોના પ્રદર્શનની મુલાકાત દરમિયાન આ વાત જણાવી હતી 

પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા

ભારતીય સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ ( સીડીએસ) અનિલ ચૌહાણે માણેક શા સેન્ટર ખાતે આધુનિક શસ્ત્રોના પ્રદર્શનની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારત પર કરેલા ડ્રોન અને મિસાઈલ હુમલાથી ભારતને કોઈ નુકસાન નથી થયું. જેમાં કોઈપણ ભારતીય સૈન્ય કેમ્પ કે નાગરિકોને હાની નથી પહોંચી. પાકિસ્તાનના મોટાભાગના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા. તેમજ તેમાંથી કેટલાક સહી સલામત મળી આવ્યા હતા.

દેશની સુરક્ષા માટે રોકાણ અને સ્વદેશી ઉત્પાદનોની જરુર

ભારતીય સેનાના સીડીએસ અનિલ ચૌહાણે માણેક શા સેન્ટર ખાતે યુએવી અને સી- યુએએસ ક્ષેત્રોના વિદેશી ઉત્પાદકો પાસેથી આયાત કરેલા મહત્વપૂર્ણ ઉત્પાદનોના સ્વદેશીકરણની પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં સાબિત કર્યું કે સ્વદેશી કાઉન્ટર યુએએસ સિસ્ટમ કેમ જરૂરી છે. દેશની સુરક્ષા માટે રોકાણ અને સ્વદેશી ઉત્પાદનોની જરુર છે.

આ પણ વાંચો…‘મેચ જીત્યા એ મહત્વનું, કેટલી વિકેટ પડી એ નહીં…’ CDS અનિલ ચૌહાણે આવું કેમ કહ્યું?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button