ધોરણ 3થી જ AIનો અભ્યાસ કરાવાશે: CBSEના આ નિર્ણય પાછળ શું છે ઉદ્દેશ્ય? | મુંબઈ સમાચાર
નેશનલ

ધોરણ 3થી જ AIનો અભ્યાસ કરાવાશે: CBSEના આ નિર્ણય પાછળ શું છે ઉદ્દેશ્ય?

નવી દિલ્હી: દેશમાં શિક્ષણ ક્ષેત્રે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કારણ કે શિક્ષણ મંત્રાલયે શૈક્ષણિક સત્ર 2026-27 માટે નવી નીતિ તૈયાર કરી રહ્યું છે. આ નવી નીતિ હેઠળ અનુસાર હવે વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે પણ ભણાવવામાં આવશે. આ ફેરફાર કયા બોર્ડને લાગુ પડશે, આવો જાણીએ.

ધોરણ 3થી શરૂ થશે AIનો અભ્યાસ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા શૈક્ષણિક સત્ર 2026-27 માટે અભ્યાસક્રમનું નવું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માળખા હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ને અભ્યાસનો ભાગ બનાવવામાં આવશે. જેમાં ધોરણ 3થી જ AIને ભણાવવાની શરૂઆત કરાવવામાં આવશે. જેથી હવે ધોરણ 3થી જ AI પાઠ્યક્રમનો ભાગ બનશે.

CBSEના આ નવા પગલા અંગે શાળા શિક્ષણ સચિવ સંજય કુમારે જણાવ્યું કે, “આગામી બે-ત્રણ વર્ષોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને આ નવી ટેક્નોલોજી સાથે પોતાને ઢાળવા જરૂરી છે. સમગ્ર દેશના એક કરોડથી વધુ શિક્ષકો સુધી પહોંચવું અને AI આધારિત શિક્ષણ અને તાલીમ આપવી એ અમારા માટે એક મોટો પડકાર હશે. CBSE આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે.” આમ, આ ફેરફાર CBSEની શાળાઓને લાગુ પડશે.

18,000થી વધુ શાળાઓમાં થાય છે AIનો અભ્યાસ

સંજય કુમારે આગળ જણાવ્યું કે, “શિક્ષકો માટે એક પાયલટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેના હેઠળ શિક્ષકો AI ટુલ્સનો ઉપયોગ કરીને પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યા છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ડિજિટલ અર્થવ્યવસ્થા માટે તૈયાર થાય, તે આ પ્રોજેક્ટનો હેતુ છે.”

જોકે, હાલ સમગ્ર દેશમાં CBSEની 18,000થી વધુ શાળાઓમાં ધોરણ 6થી એક સ્કિલ વિષયના રૂપમાં AIનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ એક 15 કલાકનું મોડ્યુલ છે. જ્યારે ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે AIને વૈકલ્પિક વિષય બનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 3થી AIનો અભ્યાસ કરાવવાની જાહેરાત નીતિ આયોગના ‘AI અને નોકરીઓ’ નામનો રિપોર્ટ જાહેર કરવાના અવસરે કરવામાં આવી હતી. આ રિપોર્ટ અનુસાર લગભગ આગામી 20 વર્ષોમાં પરંપરાગત નોકરીઓનો અંત આવી શકે છે, પરંતુ જો યોગ્ય પારિસ્થિતિક તંત્ર તૈયાર કરવામાં આવે તો નવી 80 લાખ નોકરીઓ પેદા થવાની સંભાવના છે.

આ પણ વાંચો…કવર સ્ટોરી: હવે શરૂ થયું AI અભિનેત્રીનું આક્રમણ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button