કોલકાતા : કોલકાતામાં એક મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાથી ડૉક્ટરોમાં આક્રોશમાં છે. તેમજ IMAની અપીલ પર દેશભરના ડૉક્ટરો 24 કલાકની દેશવ્યાપી હડતાળ પર છે. ત્યારે CBI એ આરોપીનો ‘સાયકો ટેસ્ટ’ કરવાનો નિર્ણય કર્યો છે. જયારે ડોક્ટરોએ આ મુદ્દે પીએમ મોદી પાસે મદદની અપીલ કરી છે.
આરજી કાર મેડિકલ કોલેજની બહાર પ્રદર્શન પર પ્રતિબંધ
સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે કોલકાતા વહીવટીતંત્રે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 7 દિવસ સુધી ચાલુ રહેશે. વહીવટીતંત્રનું કહેવું છે કે તેને મળેલા ઈનપુટ્સના આધારે કહેવામાં આવ્યું છે કે અહીં હિંસા થવાની સંભાવના છે.
મહારાષ્ટ્રમાં તબીબી સેવાઓ પ્રભાવિત
આ ઉપરાંત શનિવારે મહારાષ્ટ્રમાં આરોગ્ય સેવાઓ પ્રભાવિત રહી હતી કારણ કે IMAના કોલ પર સરકારી નિવાસી ડોકટરોની સાથે ખાનગી ડોકટરો પણ હડતાળમાં જોડાયા હતા અને વિરોધમાં ભાગ લીધો હતો. કોલકાતામાં એક ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં સરકારી ડૉક્ટરો 13 ઓગસ્ટથી અનિશ્ચિત મુદતની હડતાળ પર છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ (MARD)અનુસાર, કટોકટીની સેવાઓ સિવાય, વૈકલ્પિક સેવાઓ જેમ કે બહારના દર્દીઓના વિભાગો, સર્જરીઓ અને લેબોરેટરી સેવાઓને અસર થઈ હતી.
જયપુરમાં ડોક્ટરોએ પ્રદર્શન કર્યું
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓએ કોલકાતામાં બનેલી ઘટનાનો વિરોધ કર્યો છે. હાલમાં દેશભરમાં દેખાવો ચાલી રહ્યા છે.
Also Read –