
રાયપુરઃ સીબીઆઈની એક ટીમ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના નિવાસ સ્થાને તપાસ માટે પહોંચી હતી. એજન્સી રાયપુર અને ભિલાઈમાં બઘેલના નિવાસ સ્થાન સહિત વરિષ્ઠ પોલીસ અધિકારી અને પૂર્વ મુખ્ય પ્રધાનના નજીકના સહયોગીના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા. એજન્સીએ કયા કારણોસર આ કાર્યવાહી કરી તે અંગે કંઈ જણાવ્યું નથી. સીબીઆઈની ટીમ ઘરની અંદર તપાસ કરી રહી છે અને ઘરની બહાર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
આ કાર્યવાહી મહાદેવ બેટિંગ એપ મામલે થઈ હોવાનું માનવામાં આવે છે. આ એપ ઓનલાઇન સટ્ટા માટે બનાવવામાં આવી હતી. રેડની જાણકારી આપતાં બઘેલે એક્સ પર લખ્યું, હવે સીબીઆઈ આવી છે. આગામી 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાનારી એઆઈસીસી બેઠક માટ બનાવવામાં આવેલા ડ્રાફ્ટિંગ કમિટીની મીટિંગ માટે આજે પૂર્વ મુખ્ય પ્રધાનનો દિલ્હી જવાનો કાર્યક્રમ હતો. આ પહેલા સીબીઆઈની ટીમ રાયપુર અને ભિલાઈ નિવાસ સ્થાને પહોંચી ચુકી હતી.
આ પણ વાંચો : ભૂપેશ બઘેલ મુખ્ય સૂત્રધાર, લૂંટેલા રૂપિયાથી ગાંધી પરિવારની તિજોરી ભરી: ભાજપ
STORY | CBI conducts searches at former Chhattisgarh CM Bhupesh Baghel's residence
— Press Trust of India (@PTI_News) March 26, 2025
READ: https://t.co/ZBkmra4WVS pic.twitter.com/iUg2w3Peqp
તાજેતરમાં ઈડીએ શરાબ કૌભાંડ મામલે બઘેલના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા 10 માર્ચે ઈડીએ કથિત શરાબ કૌભાંડમાં તેમના પુત્ર સામે તપાસ અંતર્ગત દુર્ગ જિલ્લાના ભિલાઈ શહેરમાં આવેલા રહેણાંક પર દરોડા પાડ્યા હતા. આ ઉપરાત તેના પુત્રના નજીકના સાથીઓના 13 સ્થાનો પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઈડીના સર્ચ ઓપરેશન દરમિયાન ભૂપેશ બઘેલે કહ્યું કે, ઈડીની કાર્યવાહી ભાજપની હતાશા દર્શાવે છે. ઈડીએ કહ્યું કે, કથિત શરાબ કૌભાંડ 2019 થી 2022 વચ્ચે થયું હતું. તેનાથી રાજ્યની તિજોરીને મોટું નુકસાન થયું હતું. કેન્દ્રીય એજન્સીએ કહ્યું હતું કે, છત્તીસગઢમાં શરાબ કૌભાંડથી રાજ્યાના સરકારી ખજાનાને મોટું નુકસાન થયું હતું.