Delhi child trafficking: CBI એ દિલ્હીમાં દરોડા પાડી આઠ બાળકોને છોડાવ્યા, મહિલાની ધરપકડ

ચાઈલ્ડ ટ્રાફિકિંગ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ દિલ્હીના ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. અહેવાલો મુજબ CBIએ દરોડા પાડી NCR અને દિલ્હીમાંથી આઠ બાળકોને બચાવ્યા છે. પ્રારંભિક જાણકારી મુજબ આ મામલો નવજાત બાળકોની ખરીદી અને વેચાણ સાથે જોડાયેલો છે. આ કેસમાં CBIની ટીમે એક મહિલા સહિત કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અહેવાલો મુજબ CBI ટીમે કેશવપુરમના એક ઘરમાંથી બે નવજાત બાળકોને બચાવ્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય અને કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક જાણકારી મુજબ આ ગેંગના લોકો હોસ્પિટલમાંથી નવજાત શિશુઓની ચોરી કરતા હતા.
જો કે આ દરોડા અંગે CBI દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. કેટલાક લોકોની દિલ્હી-એનસીઆરમાં અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરાયેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલાક પુરુષો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.