નેશનલ

પંજાબના પૂર્વ DGP અને ભૂતપૂર્વ મંત્રી સામે CBIએ દાખલ કરી FIR, પુત્રની હત્યાનો આરોપ

ચંડીગઢ: પંજાબના ભૂતપૂર્વ પોલીસ વડા મોહમ્મદ મુસ્તફા અને તેમનાં પત્ની પંજાબના પૂર્વ મંત્રી રઝિયા સુલતાનાના પુત્ર અકીલ (35)નું 16 ઓક્ટોબરે પંચકુલામાં અવસાન થયું હતું. જોકે, અગાઉ અકીલે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કર્યા હતા. જેમાં તેણે પોતાના પિતા મોહમ્મદ મુસ્તફાના પોતાની પત્નિ સાથે શારીરિક સંબંધો હોવાનો આક્ષેપ કર્યો હતો. અંતે મોહમ્મદ મુસ્તફા અને રઝિયા સુલતાના દીકરાની હત્યાના કેસમાં ફસાયા હતા. હવે, CBI દ્વારા આ દંપતિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

CBIએ દાખલ કરી FIR

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પંજાબના ભૂતપૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફા, તેમના પત્ની અને પંજાબના ભૂતપૂર્વ જાહેર બાંધકામ મંત્રી રઝિયા સુલ્તાના, અને અન્ય લોકો વિરુદ્ધ તેમના પુત્ર અકીલ અખ્તર (35)ની “હત્યા” ના સંદર્ભમાં FIR નોંધી છે. CBIના પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી.  FIR મુજબ, મૃતક અખ્તર અને તેના પરિવાર વચ્ચે અણબનાવ હતો. અકીલ અખ્તર 16 ઓક્ટોબરના રોજ હરિયાણાના પંચકુલામાં મનસા દેવી મંદિર પાસે સેક્ટર 4માં આવેલા તેમના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આંતરિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અખિલ અખ્તરના જમણા હાથ પર કોણીથી લગભગ 7 સેન્ટિમીટર નીચે સિરીંજનું નિશાન જોવા મળ્યું હતું. પ્રારંભિક તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે અકીલ ડ્રગ્સનો વ્યસની હતો, પરંતુ તેણે કયા પ્રકારનું ડ્રગ વાપર્યું હતું અથવા તેને ઇન્જેક્ટ કરવામાં આવ્યું હતું કે કેમ તે હજી સ્પષ્ટ નથી.

ઉલ્લેખનીય છે કે, પંચકુલાના ડીસીપી સૃષ્ટિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કેસની તપાસ માટે એસીપી રેન્કના અધિકારીના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.

પૂર્વ DGP મોહમ્મદ મુસ્તફાનો પ્રતિભાવ

પૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફાએ પુત્રના મૃત્યુને “એક પિતા દ્વારા અનુભવાય તે સૌથી મોટું દુઃખ” ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અકીલ છેલ્લા 18 વર્ષથી ડ્રગ્સના વ્યસન સામે લડી રહ્યો હતો. તેમણે પોતાના પુત્રના મૃત્યુને ઓવરડોઝને કારણે થયેલું ગણાવ્યું અને પોતાના પરના ખોટા પ્રયાસોના આરોપોને “નાનું રાજકારણ” ગણાવ્યા.

મુસ્તફાએ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી અને કહ્યું કે જો તેઓ દોષિત ઠરે તો ફાંસી માટે પણ તૈયાર છે. તેમણે ઉમેર્યું કે પિતા માટે પોતાના એકમાત્ર પુત્રને ગુમાવવા કરતાં મોટું કોઈ દુઃખ નથી.

આપણ વાંચો:  ચૂંટણીમાં રદ થયેલી સજા પણ જાહેર કરવી ફરજિયાત, નહીંતર રાજકીય કારકિર્દી સમાપ્ત” સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button