“કોઇ જ જવાબદાર નહિ” સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત કેસમાં (Sushant Singh Rajput case) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આજે મુંબઈ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ (CBI closure report) દાખલ કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર જે આરોપો લગાવ્યા હતા અને રિયાએ સુશાંતના પરિવાર પર જે આરોપો લગાવ્યા હતા. તે બંને કેસમાં સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે.
CBIએ સોંપ્યો ક્લોઝર રિપોર્ટ
પ્રાપ્ત વિગતો અનુસાર બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં કેસમાં શનિવારે એક મોટું અપડેટ મળી રહ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી CBIએ તેનો ક્લોઝર રિપોર્ટ સુપરત કરી દીધો છે. સુશાંતનું મોત 14 જૂન, 2020 ના રોજ થયું હતું. તેમનો મૃતદેહ તેમના મુંબઈ સ્થિત ઘરમાં પંખા પર લટકતો મળી આવ્યો હતો. પ્રારંભમાં આ કેસને આત્મહત્યાની દ્રષ્ટિએ જોવામાં આવતો હતો, પરંતુ બાદમાં આ કેસને હત્યા તરીકે લેવામાં આવ્યો. ત્યારબાદ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને અભિનેતાના મોતના લગભગ પાંચ વર્ષ બાદ તપાસ એજન્સીએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે.
રિયા અને તેના પરિવારને ક્લીનચીટ
ઓગસ્ટ 2020માં CBIએ સુશાંત સિંહ રાજપૂત કેસ પોતાના હાથમાં લીધો અને તપાસ શરૂ કરી છે. 4 વર્ષની તપાસ બાદ હવે CBIએ હવે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રિયા અને તેના પરિવારને આ કેસમાં ક્લીનચીટ આપવામાં આવી છે.
કોઇએ નહિ કર્યો મજબૂર
તત્કાલીન એસપી નુપુર પ્રસાદ આઈપીએસએ આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જે બાદ સીબીઆઈએ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી. હવે સીબીઆઈએ તેનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈએ સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો નથી.