નેશનલ

કોરોના બાદ આ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, WHO એ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

જીનિવા: કોરોના વાયરસને કારણે થયેલી વિપરીત અસરોમાંથી વિશ્વ ધીમે ધીમે ભાર આવી ગયું છે, એવામાં વધુ એક વાયરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચિંતા વધી ગઈ છે. એક અહેવાલ મુજબ આફ્રિકન દેશોમાં મંકીપોક્સ (Monkey Pox) વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થયા છે. WHO એ તેને વિશ્વભરમાં સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એડહાનોમ ટેડ્રોસે જણાવ્યું હતું કે પૂર્વી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો(DRC)માં મંકી પોક્સના નવા ક્લેડ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યાં પહેલા ક્યારેય આ રોગના દર્દીઓ મળ્યા ન હતા, એવા પડોશી દેશોમાં આ વાયરસ મળી આવતા સમગ્ર વિશ્વ માટે આ ચિંતાનો વિષય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, આફ્રિકન દેશો કોંગો, બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડા સહિત અન્ય દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આફ્રિકાના અન્ય ભાગોમાં મંકીપોક્સના પ્રકોપને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. WHOએ આ જાહેરાત કરી કારણ કે એક ડઝનથી વધુ દેશોમાં બાળકો અને પુખ્ત વયના લોકોમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ છે, વાયરસનો એક નવો પ્રકાર ફેલાઈ રહ્યો છે અને સમગ્ર ખંડમાં રસીના ડોઝનો પુરવઠો ઓછો છે.

આ પહેલા જુલાઈ 2022માં મંકીપોક્સને વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તે સમયે, વિશ્વના 116 દેશોમાં એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારબાદ આ વાયરસને કારણે 200 થી વધુ લોકોના મોત થયા હતા. એકલા કોંગોમાં 14 હજારથી વધુ કેસ નોંધાયા છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ જોખમમાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ