નેશનલ

યુ ટ્યુબ ઈન્ડિયાના અધિકારીઓ સામે નોંધાયો ગુનો, પોક્સો એક્ટના ઉલ્લંઘનનો આરોપ

મુંબઈ: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર) ઈન્ડિયાએ યુ-ટ્યુબ ઈન્ડિયાના પોક્સોના ઉલ્લંઘનના આરોપસર નોટિસ જારી કરી છે. બાળકોના અધિકાર માટે કામ કરનારી સંસ્થા એનસીપીસીઆરે નોટિસ યુ-ટ્યુબ ઈન્ડિયાના સરકારી પોલિસી હેડને ચેટ મોકલવામાં આવી હતી. એની સાથે યુ-ટ્યુબ દ્વારા એક્શન નહીં લેવાને કારણે એફઆઈઆરની ચેતવણી આપી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુ-ટ્યુબ ઈન્ડિયા યુનિટના અધિકારીઓ સામે ગુનો નોંધ્યો છે. મહારાષ્ટ્રના પોલીસના સાઇબર સેલ વિભાગ દ્વારા યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં પોસ્ક્સો એક્ટ (POCSO Act)નું ઉલંઘન થયા હોવાના આરોપસર આ એફઆઇઆર નોંધી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ વીડિયોને લઈને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા નોટિસ જાહેર કર્યા બાદ આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

યુ ટ્યુબના ઈન્ડિયાના અધિકારીઓ સાથે સાથે વીડિયો અપલોડ કરવામાં આવેલા ચેનલના માલિક સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ચેનલ પર એક માતા અને દીકરાના સ્પેશિયલ ચેલેન્જવાળો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં પોસ્ક્સો એક્ટનું ઉલંઘન થયા હોવાનો આરોપ એફઆઇઆરમાં નોંધવામાં આવ્યો હતો. અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં મા અને દીકરા વચ્ચે લીપલોક જેવી બાબતોને દર્શાવવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


તાજેતરમાં NCPCRએ પોસ્ક્સો એક્ટનું ઉલંઘન થયા હોવાના આરોપ લગાવી યૂટ્યુબના ઈન્ડિયાને નોટિસ બજાવી હતી. દેશમાં બાળકોના હિત અને અધિકારો માટે કામ કરતી સરકારી સંસ્થા NCPCRએ યુ-ટ્યુબ ઈન્ડિયાના ગવર્મેન્ટ પોલિસી હેડને આ નોટિસ મોકલી હતી અને યુ ટ્યુબ દ્વારા આ આપત્તિજનક વીડિયો પર કોઈ પણ કાર્યવાહી નહીં કરવા બદલ ચેતવણી પણ આપી હતી.

આ મામલે NCPCRના વડાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ પર એવા હજારો વીડિયો અપલોડ કરવામાં આવે છે, જેમાં માં-દીકરા ચેલેન્જના નામે POCSOનું ઉલંઘન કરવામાં આવે છે. યુ-ટ્યુબ દ્વારા આ પ્રકારના વીડિયો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી આ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પ્રકારના વીડિયો પોર્નના બરાબર છે. અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાના બાળકોને હેરાન અને તેમની સાથે ગેરવર્તન કરવાના અનેક વીડિયોને પ્રમોટ કરવાનું કામ કરે છે. બાળકો સાથે આવા વીડિયો બનાવનાર લોકોને પણ જેલમાં જવું પડશે અને યુ-ટ્યુબના અધિકારીઓએ પણ આ કાર્યવાહી સામે હાજર રહેવું પડશે એવી ચેતવણી એનસીપીસીઆરના વડાએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button