નેશનલ

સુપ્રીમ કોર્ટે પીએમ મોદી અને સંઘના અપમાનજનક કાર્ટૂન દોરવાના કેસમાં આકરી પ્રતિક્રિયા આપી, કહી આ વાત…

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અપમાનજનક કાર્ટૂન દોરવાના આરોપસર ધરપકડ કરાયેલા કાર્ટૂનિસ્ટની આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને અરવિંદ કુમારની બેન્ચે કાર્ટૂનિસ્ટના વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી.તેમજ કહ્યું હતું કે આ પ્રકારની પ્રવુતિ સમાજમાં સંવાદિતાને અસર કરે છે અને તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કેસની તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરીને મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.

કાર્ટૂન દોરવો ગુનો છે ?
સુપ્રીમ કોર્ટમાં કાર્ટૂનિસ્ટનું પ્રતિનિધિત્વ કરતા વકીલ વૃંદા ગ્રોવરે દલીલ કરી હતી કે કાર્ટૂન ખરાબ કે હલકી ગુણવત્તાનું હોય તો પણ શું તે ગુનો છે? તેમણે કહ્યું, તે વાંધાજનક હોઈ શકે છે. પરંતુ તે ગુનો નથી. હું ફક્ત કાયદાના પક્ષમાં છું, હું કોઈ પણ વસ્તુને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ નથી કરી રહી.

માફી માંગશે અને કેસનો અંત લાવવા અપીલ કરશે : સુપ્રીમ કોર્ટ
જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં કડક ટીપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે આવા લોકોના કારણે દેશની સંવાદિતા બગડી છે. બેન્ચે કહ્યું, બાદમાં આ લોકો માફી માંગશે અને કેસનો અંત લાવવા અપીલ કરશે. અમે આજે કશું નથી કરવાના. તેમજ તે જે ઈચ્છે તે કરે એ યોગ્ય નથી કોર્ટે કાર્ટૂનિસ્ટને તાત્કાલિક કોઈ રાહત આપી ન હતી. તેમજ સુનાવણી દરમિયાન, કાર્ટૂનિસ્ટના વકીલે કહ્યું કે તે વાંધાજનક કાર્ટૂન દૂર કરવા તૈયાર છે. જોકે, કેસની આગામી સુનાવણી હવે મંગળવારે થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button