Top Newsનેશનલ

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં વિસ્ફોટ, અફરાતફરીનો માહોલ…

નવી દિલ્હીઃ પાટનગરના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક કારમાં જોરદાર વિસ્ફોટના સમાચાર છે. વિસ્ફોટ પછી આસપાસના વિસ્તારમાં અફરાતફરીના માહોલનું નિર્માણ થયું છે. વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થવાના અહેવાલ છે. વિસ્ફોટને લઈને સુરક્ષાતંત્રએ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં એલર્ટ આપ્યું છે.

વિસ્ફોટ પછી કારમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ત્રણેક કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કારમાં તત્કાળ આગ ફાટી નીકળી છે. વાયરલ તસવીરો પણ ભયાનક મળી છે. આ વિસ્ફોટનું સ્થળ લાલ કિલ્લા નજીકના મેટ્રો સ્ટેશનનો ગેટ નંબર એક હોવાનું કહેવાય છે.

આ વિસ્ફોટ પછી આસપાસમાં પાર્ક કરેલી અમુક કારના કાચ તૂટ્યા હતા, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે લોકોની ભીડ પણ હતી. વિસ્ફોટ પછી ફાયર બ્રિગેડની પાંચેક ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. વિસ્ફોટ પછી ત્રણેક કારમાં ભીષણ આગ લાગી હતી. બચાવ ટીમ દ્વારા આગને નિયંત્રણમાં લાવવાનું સત્વરે હાથ ધરવામાં આવ્યું છે.

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક લગભગ 6.55 વાગ્યાના સુમારે વિસ્ફોટના સમાચાર મળ્યા હતા. ઘટનાસ્થળે પહોંચીને પ્રશાસન દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં સીએએનજી કે અન્ય કારણસર વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું નથી. હાલના તબક્કે પોલીસ પ્રશાસન ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. અહીં એ જણવવાનું કે આજે ફરિદાબાદમાં બે અલગ અલગ જગ્યાએ વિસ્ફોટકો મળ્યા પછી પ્રશાસનની ઊંઘ હરામ કરી છે ત્યારે પાટનગરના વિસ્ફોટોઓ સુરક્ષાતંત્રની સાવધાની પર ગંભીર સવાલ ઊભા કર્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button