નેશનલ

પુરપાટ વેગે દોડતી કાર આવતી કાર નહેરમાં ખાબકી, ડૂબી જતા 5નાં મોત

બિહારના ઔરંગાબાદમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. પુરપાટ વેગે આવતી એક કાર કાબૂ બહાર જઈને રોડની બાજુમાં આવેલી કેનાલમાં પડી ગઈ હતી, કારમાં રહેલા લોકોને સમયસર કાઢી શકાય ન હતા. 30 મિનિટ સુધી લોકોને બહાર કાઢી શકાયા ન હતા, કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. હાલ મૃતકોની ઓળખ થઈ નથી.

અહેવાલ મુજબ ઔરંગાબાદના દાઉદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કેનાલ રોડ સ્થિત ચમન બિઘા પાસે અકસ્માત સર્જાયો હતો. અહેવાલ મુજબ કે પટના તરફ જઈ રહેલી સફેદ રંગની કાર બેકાબૂ થઈ ગઈ અને નહેરમાં પડી ગઈ. અકસ્માત બાદ લાંબા સમય સુધી કારમાંથી મુસાફરોને બહાર કાઢી શકાયા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 30 મિનિટ પછી કારનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યાં સુધીમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થઈ ચૂક્યા હતા.

આ પણ વાંચો: ગોધરામાં ઇકો ગાડી ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં પાંચ લોકોના મોત

પોલીસે જણાવ્યું કે મૃતકની ઉંમર 35 થી 45 વર્ષની વચ્ચે છે. મૃતકોમાં એક 15 થી 17 વર્ષનો કિશોર પણ સામેલ છે. અત્યાર સુધીની માહિતી અનુસાર કારમાં હાજર ત્રણ લોકોએ કંવડીયાનો ડ્રેસ પહેર્યો છે. કાર પટના તરફ જઈ રહી હતી. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર લોકો પટનાના રહેવાસી હતા. હાલ મૃતકની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button