ગોધરામાં ઇકો ગાડી ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં પાંચ લોકોના મોત
ગોધરા: આજનો દિવસ પંકમહાલ જિલ્લા માટે અપશકુનિયાળ સાબિત થયો છે. ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોલ્લવ ગામ પાસે આઈ.ટી.આઈ ની નજીકમાં એક ઇકો ગાડી ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. હાલ બે લોકોન સારવાર નાજુક હોવાના અહેવાલ છે અને તેઓને સારવાર માટે દેવગઢ બારિયા ખાતે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આવેલી ITIની નજીકમાં ઇકો ગાડી અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર ચાર લોકોનું મોત નીપજ્યું હતું જ્યારે એક અન્યને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
આ પણ વાંચો : ડેન્ગ્યુના નિયંત્રણ માટે ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક, હાથ ધરવામાં આવી ઝુંબેશ
પ્રાપ્ત વિગતો અનુસાર મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્ત લોકો છોટાઉદેપુર તાલુકાવા કર્ણાવટ ગામના હોવાની વિગતો છે. નરેશ નામના વ્યક્તિને ગોધરા ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. સામેથી બેફામ આવતા ટેન્કરે ઇકો કાર અડફેટે લીધી હતી, જેથી ગાડીમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સમયે કુલ સાત લોકો સવાર હોવાનું જાણવા મળેલ છે. જેમાંથી ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એકનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા કુલ પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોના સબંધીઓને જાણ કરવામાં આવી છે હવે તેઓ આવે ત્યારબાદ અકસ્માત સબંધે વધુ વિગતો મળી શકે છે.