Canva Down: કેનવા વેબસાઇટ-એપ ડાઉન લાખો યુઝર્સનાં કામ અટક્યા

અમદાવાદ: ઓનલાઇન ફોટો એડિટિંગ પ્લેટફોર્મ કેનવા ટેકનિકલ સમસ્યાઓને કારણે ડાઉન થઇ જતાં લાખો યુઝર્સને તકલીફ થઇ રહી છે. ભારતમાંથી ઘણા યુઝર્સે રીપોર્ટ કરી રહ્યા છે કે સર્વર એરરને કારણે તેઓ કેનવાનો ઉપયોગ નથી કરી શકતા. કેટલાક યુઝર્સ રીપોર્ટ કરી રહ્યા છે કે તેઓ કેનવા પરથી ફાઈલ ડાઉનલોડ નથી કરી શકતા. કેટલાક યુઝર્સને કેટલીક સર્વિસ યુઝ કરવામાં તકલીફ પડી રહી છે. તો કેટલાક યુઝર્સ મેઈન સાઇટ જ એક્સેસ નથી કરી શકતા.
જયારે આ લખાઈ રહ્યું છે ત્યારે ગૂગલ ક્રોમ પર કેનવાની વેબ સાઇટ ખોલવાનો પ્રયાસ કરતા’503- સર્વર એરર’ મેસેજ દેખાઈ રહ્યો છે. અન્ય બ્રાઉઝર પર કેનવાની સાઈટ ખુલી રહી છે પણ કેટલીક સર્વિસનો ઉપયોગ કરી નથી કરી શકાતો.
અહેવાલ મુજબ કેનવાની iOS એપ પણ ડાઉન થઇ ગઈ છે. આઈ ફોન પર લેન્ડિંગ પેજ પર “સમથીંગ ઇસ રોંગ ફ્રોમ આર સાઈડ, પ્લીઝ ટ્રાય અગેઇન” લખેલો મેસેજ આવે છે.
ડાઉનડિટેક્ટર પર પણ 500 થી વધુ રીપોર્ટસ મળ્યા છે, તેમાંથી 58 ટકા યુઝર્સે વેબસાઇટમાં સમસ્યાઓની જાણ કરી છે, 25 ટકા યુઝર્સે સર્વર કનેક્શનમાં સમસ્યાઓની જાણ કરી છે, અને 17 ટકા યુઝર્સે એપ્લિકેશનમાં સમસ્યાઓની જાણ કરી છે.
કેનવાએ આ સમસ્યાની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પર નિવેદન બહાર પાડી કેનવાએ કહ્યું, “અમે જાણીએ છીએ કે કેટલાક યુઝર્સ કેનવા અને તેની સર્વિસ હાલમાં યુઝ નથી કરી શકતા. અમારી ટીમ આ સમસ્યાની સક્રિય તપાસ કરી રહી છે અને શક્ય તેટલી ઝડપથી સંપૂર્ણ ઍક્સેસ ફરી શરુ કરવા માટે કામ કરી રહી છે.”