બિહાર ચૂંટણીમાં 12 બેઠકો પર મહાગઠબંધનના જ ઉમેદવારો આમને-સામને! NDA માટે લડાઈ સહેલી બની

પટના: બિહાર વિધાનસભા ચૂંટણી માટે 6 અને 11 નવેમ્બરના રોજ મતદાન યોજવાનું છે. બંને તબક્કા માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળ(RJD)ની આગેવાની હેઠળના મહાગઠબંધન અને ભાજપ-જનતા દળ યુનાઇટેડ(JDU)ની આગેવાની હેઠળના NDA ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો હશે. પરંતુ 12 બેઠકો એવી છે, જેમાં મહાગઠબંધનના જ ઉમેદવારો એકબીજા સામે ઉભા છે.
નોંધનીય છે કે મતદાનના પહેલા તબક્કા માટે ઉમેદવારી પરત ખેંચવાની ડેડ લાઈન જતી રહી છે, ત્યારે 12 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો અંગે સમજૂતી થઇ શકી નહીં. મહાગઠબંધને બિહારની 243 બેઠકો માટે 254 ઉમેદવારો ઉભા રાખ્યા છે, ત્યારે 12 બેઠકો પર ચૂંટણી રસપ્રદ બનશે.
છ બેઠકો પર RJD અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાલબો છે, જ્યારે કામ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(CPI) અને કોંગ્રેસ વચ્ચે ચાર બેઠકો પર મુકાબલો થશે. મુકેશ સાહનીની અગેવાળી હેઠળની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) અને RJD વચ્ચે બે બેઠકો પર સ્પર્ધા થશે.
આ 12 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો આમને-સામને:
- બછવારા બેઠક પર CPIના અવધેશ કુમાર રાય અને કોંગ્રેસના શિવ પ્રકાશ ગરીબ દાસ
- નરકટિયાગંજ બેઠક પર RJDના દીપક યાદવ અને કોંગ્રેસના શાશ્વત કેદાર પાંડે
- બાબુબાર્હી બેઠક પર VIPના બિંદુ ગુલાબ યાદવ અને RJD અરુણ કુમાર સિંહ કુશવાહા
- વૈશાલી બેઠક પર કોંગ્રેસના સંજીવ સિંહ અને RJDના અજય કુમાર કુશવાહા
- રાજા પાકર બેઠક પર કોંગ્રેસના પ્રતિમા કુમારી દાસ અને CPIના મોહિત પાસવાન
- કહલગાંવ બેઠક પર RJDના રજનીશ ભારતી અને કોંગ્રેસના પ્રવીણ સિંહ કુશવાહા
- બિહાર શરીફ બેઠક પર કોંગ્રેસના ઓમૈર ખાન અને CPI શિવકુમાર યાદવ
- સિકંદરા બેઠક પર કોંગ્રેસના વિનોદ કુમાર ચૌધરી અને RJDના. ઉદય નારાયણ ચૌધરી
- ચેનપુર બેઠક પર VIPના બાલ ગોવિંદ બિંદ અને RJDના બ્રિજ કિશોર બિંદ
- સુલતાનગંજ બેઠક પર કોંગ્રેસના લાલન કુમાર અને RJDના ચંદન કુમાર સિંહા
- કારગહર બેઠક પર કોંગ્રેસના સંતોષ કુમાર મિશ્રા અને CPIના મહેન્દ્ર પ્રસાદ ગુપ્તા
- વારસાલીગંજ બેઠક પર RJDના અનિતા દેવી મહતો અને કોંગ્રેસના સતીશ કુમાર
આ પણ વાંચો…પિતા MLC, હવે દીકરીએ ટાટાની નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવ્યુ! બિહાર ચૂંટણીમાં રાજકીય વારસો…