નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Thrissur લોકસભાની સીટ પર આ ઉમેદવારે જીતીને રચ્યો ઈતિહાસ

થ્રિસુરઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election result)માં કેરળની થ્રિસુરની લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવારને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સુરેશ ગોપી (Suresh Gopi)એ હરાવીને ઈતિહાસ રચ્યો છે. કેરળમાં ભાજપ પહેલી વખત ખાતું ખોલ્યું છે. કોંગ્રેસે સંસદીય સીટ પરથી હાર ખાવાનો વખત આવ્યો છે. 2021માં કેરળ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જેમાં આ વખતની ચૂંટણીમાં હાર ખાવી પડી છે.

કેરળની થ્રિસુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેવાદર અને અભિનેતા બનેલા સુરેશ ગોપીએ જીત મેળવી હતી. દેશના ઈતિહાસમાં પહેલી વખત ભાજપનો વિજય થયો છે. સુરેશ ગોપીએ 75,075 મતના માર્જિનથી જીત મેળવી છે. સુરેશ ગોપીને 4.09 લાખ મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર ભાકપના કેવી એસ સુનીલકુમાર હતા. સુનીલકુમારને 3.31 લાખ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મુરલીધરનને 3.22 લાખ મત મળ્યા હતા.

આ પણ વાંચો : Loksabha Election Result 2024: વારાણસીમાં વડાપ્રધાન મોદીની હેટ્રીક

દક્ષિણ ભારતમાં કેરળમાં આ જીત સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આવું પહેલી વખત બન્યું છે, જે અત્યાર સુધીમાં ભાજપ માટે દુર્લભ બાબત છે. સુરેશ ગોપી 2019ની લોકસભાની ચૂંટણી અને 2021ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં થ્રિશુરથી હાર્યા હતા.

65 વર્ષના ગોપી માટે આ જીત મહત્ત્વની માનવામાં આવે છે, કારણે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ટીએન પ્રતાપન સામે હાર્યા હતા, પરંતુ 2021ની કેરળ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઓક્ટોબર, 2016માં ભાજપમાં સામેલ થયા હતા. એના પછી ભાજપે તેમને રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા. ત્યારથી પાર્ટીમાં ગોપી સ્ટાર પ્રચારક રહ્યા છે અને પોતાની આકર્ષક ઈમેજને કારણે લોકોની ભીડ ભેગી કરવામાં પણ સફળ રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button