આગામી 3 વર્ષમાં દેશના દરેક જિલ્લામાં ‘કેન્સર ડે કેર સેન્ટર’ બનાવાશેઃ પીએમ મોદી
પ્રયાગરાજમાં જારી 'મહાકુંભ' ભારતની એકતાને કરશે વધુ મજબૂત

છતરપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના બાગેશ્વરધામ ખાતે બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. અહીંના કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં દેશના દરેક જિલ્લામાં કેન્સર ડે સેન્ટર ખોલામાં આવશે.
મધ્ય પ્રદેશના બે દિવસની મુલાકાતે પહોંચેલા પીએમ મોદીએ બાગેશ્વરધામ સ્થિત બાલાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં પૂજાઅર્ચના કરી હતી. તેમણે બાલાજી સરકાર કેન્સર ઈન્સ્ટિટયૂટનો શિલાન્યાસ પણ કર્યો હતો.
અહીંના કાર્યક્રમ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો વિરોધ કરનારાની પણ ટીકા કરી હતી. બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પીએમ મોદીને ‘ધ ગ્રેટ પીએમ ઓફ ઈન્ડિયા’ ગણાવ્યા હતા.
આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…
વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે અમારા મંદિર, અમારા મઠ પૂજાપાઠ અને સાધના માટે કેન્દ્ર રહ્યા છે તો બીજી બાજુ વિજ્ઞાન અને સામાજિક ચેતના પણ કેન્દ્ર છે. આપણા ઋષિમુનીઓએ પણ આપણને આયુર્વેદનું વિજ્ઞાન આપ્યું છે. એટલું જ નહીં, આ જ ઋષિ મુનીઓએ યોગની ભેટ આપી છે, જેની સિદ્ધિ આખી દુનિયામાં જોવા મળે છે.
આજે આપણે જોઈ રહ્યા છીએ કે મહાકુંભની દુનિયાભરમાં ચર્ચા છે. મહાકુંભ હાલમાં પૂર્ણતાને આરે છે, ત્યારે કરોડો લોકોએ પવિત્ર ડૂબકી લગાવી છે. મહાકુંભ ભારતની એકતાને વધુ મજબૂત કરવાનું પણ કામ કર્યું છે, એમ પણ પીએમ મોદીએ જણાવ્યું હતું.
દરમિયાન આજના મન કી બાતના કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશવાસીઓને મેદસ્વીપણાની સમસ્યાના ઉકેલ માટે દેશવાસીઓને તમારા ફૂડમાં 10 ટકા જેટલો તેલનો વપરાશ ઘટાડો કરવાનો અનુરોધ કર્યો હતો.