‘કેનેડા ચેપ્ટર ક્લોઝ’: વિઝા અને નોકરીના અભાવે સેંકડો ગુજરાતી વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યાં

સ્ટુડન્ટ વિઝાના નિયમો કર્યા કડક, નાણાકીય જરૂરિયાત વધારી અને પીઆર મેળવવું થયું મુશ્કેલ
અમદાવાદઃ થોડા મહિના સુધી કેનેડા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે પસંદગીનો દેશ હતો. અમેરિકાની જેમ અહીં પણ નિયમો કડક કરવામાં આવતા ગુજરાતી વિદ્યાર્થીઓ નોકરીના અભાવે સ્વદેશ પરત ફરી રહ્યા છે. ગ્લોબલ કારકિર્દીના સપનાં છોડીને તેઓ હવે સર્વાઇવલ અને આત્મનિર્ભરતાના પાઠ લઈને વતન પરત આવ્યા છે.
2022ના અંતમાં ઈન્ટરનેશનલ બિઝનેસમાં ડિપ્લોમા કરવા માટે અમદાવાદ છોડનાર યુવક એપ્રિલ 2025માં કંટાળીને ઘરે પાછો ફર્યો હતો. તેણે કહ્યું કે, મારા માતા-પિતાએ મારા અભ્યાસ માટે પોતાની જાતને ખેંચી હતી, હવે હું તેમને વધુ પૈસા નહોતો માંગી શકતો. હું માત્ર ટકી રહેવા માટે કામ કરતો હતો, અને આટલા કામ પછી પણ મારી પાસે બતાવવા માટે કંઈ નહોતું. હવે હું તેના પિતાના કપડાંના વ્યવસાયમાં મદદ કરી રહ્યો છું અને માર્કેટિંગમાં તકો શોધી રહ્યો છે. આવા અનેક વિદ્યાર્થીઓ છેલ્લા થોડા મહિનામાં પરત ફર્યા છે.
આ પણ વાંચો: કેનેડાએ આ સ્ટુડન્ટ વિઝા યોજના કરી બંધ, જાણો ભારતીયો પર શું થશે અસર…
કેનેડાએ તેના નિયમોમાં બદલાવ કર્યો છે. 2023-24માં રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવ્યા પછી, કેનેડાએ સ્ટુડન્ટ્સ માટે નિયમો કડક કર્યા છે. સ્ટડી પરમિટ પર રાષ્ટ્રીય સ્તરની મર્યાદા લાદી હતી. નવા અરજદારો માટે નાણાકીય જરૂરિયાતો વધારી હતી. ઉપરાંત પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટેની પાત્રતા ઘટાડી હતી. આ ફેરફારોને કારણે વિઝા રિન્યુનો દર વિક્રમી સપાટીએ પહોંચ્યો છે અને પીઆર મેળવવું વધુ મુશ્કેલ બન્યું છે.
જેઓ ત્યાં રોકાયા છે, તેમના માટે પણ નોકરીનું દ્રશ્ય નિરાશાજનક છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના અહેવાલ મુજબ સ્થાનિક ગ્રેજ્યુએટ્સની સરખામણીમાં માત્ર 70 ટકા ભારતીય આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ્સને બે વર્ષમાં નોકરી મળી હતી. ઘણા લોકો તેમની લાયકાત સાથે સંબંધિત ન હોય તેવી ઓછા પગારની સર્વિસ રોલની નોકરીઓમાં ફસાઈ ગયા છે.
આ પણ વાંચો: હવે કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવા સરળ નહીં રહે! કેનેડા સરકાર કરી શકે છે મોટી જાહેરાત
સૂત્રોના કહેવા મુજબ પહેલાં, તમે અભ્યાસ કરી શકો, પાર્ટ-ટાઇમ કામ કરી શકો, પીઆર મેળવી શકો અને કારકિર્દી બનાવી શકો. હવે, ઘણા વિદ્યાર્થીઓ પૂર્ણ-સમયનું કામ કરવા છતાં ભેગું કરી શકતા નથી. ભારતમાંથી વિઝાની સંખ્યામાં પહેલેથી જ 30 ટકાનો ઘટાડો થયો છે, અને જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો આવતા વર્ષે તે 50 ટકા સુધી પહોંચી શકે છે.