Indian Railwayની ટ્રેનોમાં દારૂ લઈ જઈ શકાય કે નહીં? શું કહે છે રેલવેનો નિયમ? | મુંબઈ સમાચાર

Indian Railwayની ટ્રેનોમાં દારૂ લઈ જઈ શકાય કે નહીં? શું કહે છે રેલવેનો નિયમ?

ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું વિશાળ કહી શકાય એવું ચોથા નંબરનું વ્યસ્ત નેટવર્ક છે. દરરોજ ભારતીય રેલવે દ્વારા હજારોની સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવે છે, જેમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ પોતાની સાથે સામાન પણ લઈ જાય છે. પરંતુ પ્રવાસીઓની સુવિધા માટે રેલવે દ્વારા સામાન લઈ જવા કેટલાક નિયમો બનાવ્યા છે અને આ નિયમ અનુસાર કેટલીક વસ્તુઓ ટ્રેનમાં નથી લઈ જઈ શકાતી. પણ શું તમને ખબર છે કે આ ભારતીય રેલવેની ટ્રેનમાં દારૂ લઈ જઈ શકાય કે નહીં? શું છે આ માટે રેલવેનો નિયમ? ચાલો તમને જણાવીએ-

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અનેક લોકોના મનમાં સવાલ થાય કે શું ટ્રેનમાં સીલ પેક દારૂની બોટલ્સ લઈ જઈ શકાય કે નહીં? તો તમારી જાણ માટે કે આ બાબતે રેલવેનો કોઈ સ્પષ્ટ નિયમ નથી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા દારૂને લઈને બનાવવામાં આવેલા નિયમ આ બાબત નક્કી કરે છે.

આ પણ વાંચો: IRCTCની 2.5 કરોડ આઈડી ડિએક્ટિવેટ કરી Indian Railwayએ, બદલાયા મહત્ત્વના નિયમો…

અર્થાત્ જ કે ટ્રેનમાં દારૂ લઈ જઈ શકાય કે નહીં એ જે તે રાજ્યની લિકર પોલિસી પર આધાર રાખે છે. ટ્રેન જ્યાંથી ઉપડવાની છે અને જ્યાં જવાની છે એ રાજ્યના નિયમો અનુસાર આ ટ્રેનમાં દારૂ લઈ જઈ શકાય કે નહીં એ નક્કી કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે જો તમે એવા કોઈ રાજ્યમાંથી મુસાફરી કરી રહ્યા છો જ્યાં દારૂ પર પ્રતિબંધ નથી અને જ્યાં જવાના છો એ રાજ્યમાં પણ દારૂ બેન નથી તો તમે નિર્ધારિત પ્રમાણમાં દારૂની સીલ પેક બોટલ્સ લઈ જઈ શકાય. જોકે, એના માટે પણ કેટલાક નિયમો લાગુ થાય છે. જેમ લાઈસન્સ કે પ્રૂફ ઓફ પરચેઝ આ બધા પુરાવા તમારે તમારા સાથે રાખવા પડે છે.

પરંતુ જો તમે જ્યાં દારૂ પર પ્રતિબંધ નથી એવા સ્ટેટથી ડ્રાય સ્ટેટ કહેવાતા બિહાર, ગુજરાત, નાગાલેન્ડ કે મિઝોરમ જેવા રાજ્યોમાં મુસાફરી કરી રહ્યા છો તો ટ્રેનમાં દારૂ લઈ જવાનું ટાળો. જો તમે આવું કરશો તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો, પછી ભલેને દારૂ સીલબંધ કેમ ના હોય?

આ પણ વાંચો: ટ્રેન છૂટી ગઈ? નકામી સમજીને ટિકિટ ફેંકી દેતા હોવ તો Indian Railwayનો આ નિયમ જાણી લો..

અગાઉ કહ્યું એમ જો તમે ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છો અને ત્યાંથી જ્યાંથી ટ્રેનમાં ચઢવાના છો અને જ્યાં ઉતરવાના છો એ રાજ્યામાં દારૂ પર પ્રતિબંધ ના હોય તો તમે એક કે બે બોટલ લઈને જઈ શકો છો, પણ એ 750 એમએલથી વધુ ના હોવી જોઈએ અને આ બોટલનું સીલ એકદમ ટાઈટ બંધ હોવું જોઈએ. આ ઉપરાંત આ બોટલ સાથે તેનું બિલ હોવું જોઈએ.

જો તમે નિર્ધારિત મર્યાદાથી વધુ પ્રમાણમાં દારૂ લઈને ટ્રેનમાં પ્રવાસ કરો છો તો તે એક ગુનો છે અને તેના માટે રૂપિયા 5000થી લઈને 25,000 સુધીનો દંડ થઈ શકે છે. આ ફાઈન સાથે તમને જેલ પણ થઈ શકે છે.

છે ને એકદમ કામની માહિતી? તમને પણ ભારતીય રેલવેનો દારૂ માટેનો આ નિયમ નહોતી ખબર ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button