નેશનલસ્પેશિયલ ફિચર્સ

શું હૉસ્પિટલમાં દરદી 24 કલાક ન રહ્યો હોય તો પણ વીમાનું વળતર મળી શકે?

નવી દિલ્હીઃ તમે સાજા સારા હોય ત્યારે ઘણા પ્રલોભનો આપી ઘણી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની તમને ઈન્સ્યોરન્સ તો આપે છે અને તમે પ્રિમિયમ પણ ભરો છો, પરંતુ જ્યારે જરૂર પડે ને ક્લેમ કરવા જાઓ ત્યારે જાતજાતની ટેકનિકલ જોગવાઈઓ જણાવી તમને વળતર આપવાનો ઈનકાર કરે છે, અથવા તો ઓછું વળતર આપે છે. આવા ઘણા કેસ કન્ઝ્યુમર ફોરમમાં જાય છે.

આવો એક પ્રશ્ન હાલમાં દિલ્હી ખાતે ચર્ચાયો હતો. જો દરદી કોઈપણ સર્જરી માટે ઓછામાં ઓછા 24 કલાક હોસ્પિટલમાં દાખલ ન થાય તો તેને વળતર આપવાનો કંપનીઓ નનૈયો ભણી દેતા હોય છે. રવિવારે નેશનલ કન્ઝ્યુમર કમિશન ચીફ દ્વારા આ મુદ્દો નેશનલ કન્ઝ્યુમર રાઈટ્સના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉઠાવવામાં આવ્યો હતો.

નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)ના પ્રમુખ અમરેશ્વર સાહીએ જણાવ્યું હતું કે વીમા કંપનીઓની એવી શરત હોય છે કે જો દરદી ઓછામાં ઓછો 24 કલાક માટે હૉસ્પિટલમાં દાખલ નહીં થયો હોય તો તેના ક્લેઈમ સ્વીકારવામાં આવશે નહીં. મેડિકલ ક્લેઈમ અને મેડિકલ નિગ્લીજન્સના કેસમાં પણ આવી ફરિયાદો આવે છે.

તેમણ જણાવ્યું કે અમુક જિલ્લાની કોર્ટે એવી જોગવાઈ કરી છે કે 23.5 કલાકનું હૉસ્પિટલાઈઝેશન હશે તો પણ વળતર આપવું પડશે. તેમણે એમ પણ જણાવ્યું કે પંજાબ અને કેરળમાં આ રીતે સુધારા લાવવવામાં આવ્યા છે, જેમાં કન્ઝ્યુમર ફોરમે અમુક કેસમાં વીમા કંપનીઓને 24 કલાકનું હૉસ્પિટલાઈઝેશન ન હોવા છતાં વળતર આપવાનો આદેશ આપ્યો હોય.

તેમણે એવું કારણ આપ્યું છે કે અમુક સારવાર હવે ઝડપથી થતી હોવાથી 24 કલાક હૉસ્પિટલાઈઝેશનની જરૂર રહેતી નથી. આથી વીમા કંપનીને આ મામલે જાણકારી આપવી જરૂરી છે.

યુનિયન કન્ઝ્યુમર અફેર સેક્રેટરી રોહિત કુમાર સિંહે ત્યાર બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ બાબતને આઈઆરડીએ અને ડીએફએસ સમક્ષ મૂકવાની ખાતરી આપી હતી.

આ વર્ષે જિલ્લા અને રાજ્ય કક્ષાએ કન્ઝ્યુમર કમિશનના પ્રયત્નોથી 1.77 લાખ કેસનો નિવેડો આવ્યો હતો. જ્યારે નવા 1.61 કેસ ફાઈલ થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત