નેશનલ

મહિલાની છાતીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો એ ‘બળાત્કારનો પ્રયાસ’ ન ગણી શકાય; કોલકાતા હાઇકોર્ટ…

કોલકાતા: થોડા દિવસો પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે બળાત્કારનાં પ્રયાસના કેસમાં એક ચોંકાવનારો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે હતું હતું કે ‘મહિલાની છાતીને સ્પર્શ કરવો’ કે ‘પાયજામાની દોરી ખેંચવી’ એ બળાત્કારના પ્રયાસ ગણી શકાય નહીં, આ ચુકાદા આપ્યા પછી હોબાળો મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટની ઝાટકણી કાઢી હતી. એવામાં ગઈ કાલે કોલકાતા હાઈકોર્ટે (Kolkata High Court) પણ આવો જ એક વિવાદાસ્પદ ચુકાદો આપ્યો હતો.

એક કેસની સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે મહિલાની છાતીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો એ ‘ગંભીર જાતીય હુમલો’ ગણી શકાય પણ ‘બળાત્કારનો પ્રયાસ’ નહીં. ટ્રાયલ કોર્ટે આરોપીને ગંભીર જાતીય હુમલો અને બળાત્કારનો પ્રયાસ બંને માટે દોષિત ઠેરવ્યો હતો, ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસનો સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું.

આરોપીને 12 વર્ષની સજા:
હાઇકોર્ટે પશ્ચિમ બંગાળની એક ટ્રાયલ કોર્ટે આરોપીને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રેન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીઝ (POCSO) કાયદા હેઠળ દોષિત ઠેરવ્યો હતો. તેને સજા પણ ફટકારવામાં આવી. ટ્રાયલ કોર્ટે આરોપીને ગંભીર જાતીય હુમલો” અને “બળાત્કારનો પ્રયાસ” બંને માટે દોષિત ઠેરવ્યો હતો અને તેને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ચુકાદાને કોલકાતા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

શુક્રવારે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો. હાઈ કોર્ટે કહ્યું કે પીડિતાની છાતીને સ્પર્શ કરવાનો પ્રયાસ કાયદા હેઠળ “ગંભીર જાતીય હુમલો” ગણી શકાય પણ “બળાત્કારના પ્રયાસ”નો આરોપ લગાવી શકાય નહીં.અપીલની સુનાવણી કરતા, કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ અરિજિત બેનર્જી અને ન્યાયાધીશ બિસ્વરૂપ ચૌધરીની ડિવિઝન બેન્ચે એવું અવલોકન કર્યું કે આ કેસમાં પીડિતાની તબીબી તપાસમાં કોઈ પેનીટ્રેશન કે અથવા પેનીટ્રેશનનો પ્રયાસના પુરાવા નથી.

પીડિતાના જણાવ્યા મુજબ આરોપી દારૂના નશામાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેની છાતીને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. કોર્ટે એમ પણ અવલોકન કર્યું કે જો અંતિમ સુનાવણી બાદ, આરોપને “ગંભીર જાતીય હુમલો” અને “બળાત્કારનો પ્રયાસ” બંનેમાંથી ઘટાડીને ફક્ત “ઉગ્ર જાતીય હુમલો” ગણવામાં આવશે, તો દોષિત માટે કેદની સજા પણ 12 વર્ષથી ઘટાડીને પાંચથી સાત વર્ષની કરવામાં આવશે.

આ કેસમાં, દોષિત પહેલાથી જ 28 મહિના જેલના સળિયા પાછળ વિતાવી ચૂક્યો છે.

આપણ વાંચો : ‘કલયુગ આવી ગયો લાગે છે’ સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના જજે આવું કેમ કહ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button