નવી દિલ્હી: CAA અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ પ્રવાસીઓને ભારતની સિટીઝનશિપ આપવા માટે કેન્દ્ર સરકારે એક ખાસ પોર્ટલ ખુલ્લુ મૂક્યું છે. (CAA Portal Launch)કર્યું છે. આ ખાસ સરકારી વેબસાઇટ પર બિન-મુસ્લિમ પ્રવાસીઓ ભારતની નાગરિકતા માટે આવેદન કરી શકે છે. આવેદન કરતાં લોકોએ તેમાં ઓનલાઈન અરજી કરી પડશે અને એપ્લીકેશન જમા થાય પછી તેનું Form IX જનરેટ થશે.
રજીસ્ટ્રેશનની પ્રોસેસ થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. જિલ્લા લેવલની સમિતિ (જેના વડા નિયુક્ત કરેલા એક અધિકારી હશે) અરજદારની એપ્લીકેશનના ડોક્યુમેન્ટસ વેરિફાઇ કરશે. ત્યારબાદ નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ નિષ્ઠાની શપથથી જોડાયેલી પ્રક્રિયા કરવામાં આવશે (Oath of Allegiance), જે સમિતિના અધિકારી દ્વારા કરવામાં આવશે.
રિજેકટ પણ થઈ શકે છે એપ્લીકેશન
CAAના નિયમો હેઠળ અરજીનું વેરિફિકેશન થશે અને આ દરમિયાન ચકાસવામાં આવશે કે તેમાંની તમામ વિગતો સાચી છે કે નહીં. આગળ જરૂરી તપાસ કરવામાં આવશે અને જો બધું બરાબર જણાશે તો અરજદારને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. જો કે, જો અરજદાર હાજર ન હોય અને પ્રક્રિયામાં વસ્તુઓ અધૂરી રહી જાય, તો જિલ્લા સ્તરની સમિતિ પણ અરજી નામંજૂર કરી શકે છે.
આ પણ વાંચો: CAA મુદ્દે IUML સુપ્રીમને દ્વાર, નોટિફિકેશનના અમલ પર સ્ટે મૂકવાની માંગ
જાણો કેટલી છે ફિસ? શું છે પ્રોસેસ ?
સરકારી પોર્ટલ પ્રમાણે જો વાત કરવામાં આવે તો, ભારતીય નાગરિકતા મેળવવા ઇચ્છતા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સે પહેલા તપાસ કરવી પડશે કે તેઓ નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5 અને કલમ 6 ની જોગવાઈઓ હેઠળ તે મેળવવા માટે પાત્ર છે કે નહીં.
ફોર્મની સાથે તેઓએ કેટલાક દસ્તાવેજો અને ફી પણ જમા કરાવવાની રહેશે. ફોર્મની પ્રિન્ટ આઉટ લીધા પછી, અરજદારે તેને જિલ્લા કલેક્ટર/જિલ્લા મેજિસ્ટ્રેટ/ડેપ્યુટી કમિશનરની ઑફિસમાં સબમિટ કરવાનું રહેશે, જ્યાં તે તે સમયે રહેતો હશે.
જો અરજદાર તે સમયે ભારતની બહાર રહેતો હોય, તો તેણે ફોર્મની પ્રિન્ટ-આઉટ ભારતના કાઉન્સેલર જનરલની ઑફિસમાં જમા કરાવવાની રહેશે. અરજદારો આ પોર્ટલ પર અરજીનું સ્ટેટસ ચેક કરી શકશે. ઈ-મેલ અને SMS દ્વારા પણ તેમને આ અંગે અપડેટ આપવામાં આવશે.
પોર્ટલ ઉપરાંત કેન્દ્ર સરકાર એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરશે, જેનું નામ ‘CAA-2019’ હશે. આ એપની મદદથી ભારતીય નાગરિકતા મેળવવા માટે તે લોકોની અરજીઓનું સંચાલન કરવામાં આવશે.
વિવાદાસ્પદ નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA)-2019 હેઠળ, લોકસભા ચૂંટણી 2024ના શેડ્યુયલ પહેલા લાગુ કરવામાં આવેલ, 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવામાં આવશે.
CAA નિયમોના પ્રકાશન સાથે, કેન્દ્ર સરકાર આ ત્રણ પડોશી દેશોમાંથી અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ) ને ભારતીય નાગરિકતા આપશે.
કઈ રીતે કરશો અરજી?
સૌ પ્રથમ તમારે ભારતીય નાગરિકતા ઓનલાઈન પોર્ટલ (https://indiancitizenshiponline.nic.in) પર જવું પડશે.
જો તમે વેબસાઈટના હોમ પેજ પર નીચે સ્ક્રોલ કરો છો, તો ત્યાં એક વિભાગ ‘ઓનલાઈન સર્વિસીઝ – નાગરિકતા સુધારો કાયદો (CAA)’ હશે.
તમારે આ વિભાગમાં નીચેના લાલ રંગના બોક્સ પર ક્લિક કરવાનું રહેશે, જેના પર લખેલું હશે – ‘CAA, 2019 હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી સબમિટ કરવા માટે ક્લિક કરો’
તમે તેના પર ક્લિક કરો, એક નવું પેજ લેન્ડ થશે. તમારે ત્યાં લોગ ઇન કરવું પડશે.
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કર્યા પછી, તમે કેપ્ચા કોડ દ્વારા આ પ્રોસેસ ચાલુ રાખી શકશો.
Continue બટન દબાવ્યા પછી, તમારા રજિસ્ટર્ડ નંબર અને ઈ-મેલ આઈડી પર વન ટાઈમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે.
આ OTP દાખલ કર્યા પછી, તમે લૉગ ઇન કરી શકશો અને આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો.