નેશનલ

સીએએ ઈમ્પેક્ટ: જોધપુરમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓએ ઉજવણી કરી

જોધપુર: સંસદ દ્વારા મંજૂર કરવામાં આવેલા વિવાદાસ્પદ સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) એક્ટને ચાર વર્ષ બાદ કેન્દ્ર સરકારે લાગુ કરતાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓમાં આનંદની લાગણી ફરી વળી છે અને જોધપુરમાં આવા હિન્દુઓએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ તો અમારા માટે રામ રાજ્ય પાછું આવવા જેવું છે.

પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓની વસ્તીમાં રહેવાસીઓએ સોમવારે રાતે સીએએને અમલમાં મૂકવાની જાહેરાત કરતાં દીવડા પ્રજ્વલિત કર્યા હતા અને ફટકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો. 31 ડિસેમ્બર, 2014 પહેલાં પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્થાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

પાકિસ્તાનથી આવેલા એક હિંદુ શરણાર્થી દિનેશ ભીલે કહ્યું હતું કે ‘અમે લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. સીએએ હવે વાસ્તવિકતા બની છે ત્યારે અમારા જેવા અનેક લોકો ભારતીય નાગરિક બની શકે છે.

અન્ય એક શરણાર્થી પેરુમલે કહ્યું હતું કે ‘આનાથી અમને નાગરિકતા મળી શકશે અને શરણાર્થીઓને સન્માનજનક જિંદગી મળશે. ભારતમાં છ વર્ષના વસવાટ બાદ ભારતીય નાગરિકતા મળી શકશે આનાથી નાગરિકતા મેળવવાની જે રાહ જોઈ રહ્યા હતા તેમને ફાયદો થશે.

પાકિસ્તાનના શરણાર્થીઓ માટે કામ કરી રહેલા સીમાંત લોક સંગઠનના જણાવ્યા મુજબ જોધપુરમાં જ 35,000 લોકો નાગરિકતા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લાં દસ વર્ષમાં પાકિસ્તાનથી હિન્દુઓનું સ્થળાંતર વધી ગયું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કાયદામાં જે કટ-ઓફ્ફ તારીખ રાખવામાં આવી છે તેનાથી છેલ્લાં 10 વર્ષમાં પાકિસ્તાનથી આવેલા 20,000 હિન્દુઓને અન્યાય થશે.

પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ રાજસ્થાનના અલગ અલગ ભાગ જેમ કે બાડમેર, બીકાનેર અને જોધપુરમાં વસવાટ કરે છે. (પીટીઆઈ)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker