નાઇટ વિઝન ગોગલ્સની મદદથી રાત્રે કરાયું C-130J યુધ્ધ વિમાનનું લેન્ડિંગ, જુઓ વીડિયો

નવી દિલ્હી: ભારતીય એરફોર્સ (IAF) એ નાઇટ વિઝન ગોગલ્સ (NVG) ની મદદથી રાત્રે C-130J યુધ્ધ વિમાનનું લેન્ડિંગ કરાવીને પૂર્વીય ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળ ઓપરેશન વાયુસેનાની સંરક્ષણ સજ્જતાને વધુ મજબૂત બનાવશે. આ કોઈ પણ અણધારી પરિસ્થિતિમાં ઝડપથી પ્રતિસાદ આપવામાં મદદ કરશે. આ સમગ્ર ઓપરેશન એરફોર્સની રાત્રિના સમયે ઓપરેશન લોન્ચ કરવાની ક્ષમતા દર્શાવે છે.
એરફોર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સફળતાની માહિતી આપી હતી. તેનો વીડિયો ભારતીય વાયુસેનાએ પણ શેર કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેના રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવીને તેની ક્ષમતાઓને મજબુત કરી રહી છે.
આ પણ વાંચો : ભારતીય સેનાએ આતંકવાદી પર જાહેર કર્યું 20 લાખનું ઈનામ, 2 આતંકીઓના સ્કેચ જાહેર
નાઇટ વિઝન ગોગલ્સનો ઉપયોગ વાયુસેનાને રાત્રિના સમયે કામગીરી દરમિયાન ઓછા પ્રકાશમાં પણ ચોકસાઇ સાથે કામગીરી કરવામાં મદદ કરે છે. આ તેની વ્યૂહાત્મક ધારને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, તે દૂરસ્થ અને આગળના વિસ્તારોમાં કોઈપણ કટોકટીનો ઝડપથી જવાબ આપવામાં વાયુસેનાને મદદ કરશે.
તેના કારણે ભારતીય એરફોર્સને ખરાબ હવામાનમાં ઉડાન ભરવામાં મદદ મળશે, રાતના સમયે મુશ્કેલ ઓપરેશનને તેના દ્વારા સરળ બનાવી શકાય છે. એનવીજીની મદદથી ઈમરજન્સીની સ્થિતિમાં સૈનિકોને રાત્રે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. પૂર્વ ભારતમાં NVG લેન્ડિંગની સફળતા ભારત-ચીન સરહદની નજીક એરફોર્સની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારે છે. રાત્રિના સમયે દુશ્મનોને ઓછ સમયગાળામાં જ જવાબ આપી શકાય છે.