યુપી, પંજાબ અને કેરળમાં પેટાચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ દિવસે થશે મતદાન
નવી દિલ્હી: ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે ઘણા રાજ્યોમાં પેટાચૂંટણી (By Election)યોજવાની છે. એવામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કેરળ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં 13 નવેમ્બરના રોજ યોજાનારી પેટાચૂંટણી મુલતવી રાખવામાં આવી છે, હવે આ ચૂંટણી 20 નવેમ્બરના રોજ યોજાશે. વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદાન એક સપ્તાહ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ, ભાજપ, બસપા, આરએલડી અને અન્ય રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષોની વિનંતી પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Also read:ઉત્તરાખંડના ભીષણ માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 36 થયો, તપાસ અને વળતરની જાહેરાત
પાર્ટીઓએ ચૂંટણી પંચને 13મી નવેમ્બરે યોજાનાર મતદાનને મોકૂફ રાખવાની અપીલ કરી હતી. પાર્ટીઓએ કહ્યું કે તહેવારોને કારણે 13 નવેમ્બરના રોજ મતદાન ઓછું થવાની શક્યતા છે.
BJPએ ચૂંટણી પંચને એક મેમોરેન્ડમ આપીને યુપીમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીની તારીખો બદલવાની માંગ કરી હતી. બીજેપી ડેલિગેશને મેમોરેન્ડમમાં કહ્યું હતું કે 15 નવેમ્બરે કારતક પૂર્ણિમા છે, જેની ઉજવણી માટે કુંડારકી, મીરાપુર, ગાઝિયાબાદ અને પ્રયાગરાજમાં લોકો ત્રણથી ચાર દિવસ પહેલા એકઠા થાય છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે કારતક પૂર્ણિમાને ધ્યાનમાં રાખીને તારીખોમાં ફેરફાર કરવો જોઈએ.