Delhi-Mumbai Expressway: હવે દિલ્હી પહોંચવું થશે સરળ! આ બાયપાસ ટૂંક સમયમાં શરુ થશે

નવી દિલ્હી: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ રૂટ (Delhi-Mumbai Expressway) પર મુસાફરી કરતા વાહનોને જયપુરના ટ્રાફિકમાંથી છુટકારો મળશે. અહેવાલ મુજબ નવેમ્બર મહિનાના અંત સુધીમાં એક નવો બાયપાસ રોડ તૈયાર થઈ જશે, જેનો ઉપયોગ કરી જયપુર શહેર પ્રવેશ્યા વગર મુસાફરી કરી શકાશે. કેન્દ્રીય રાજ્ય માર્ગ પરિવહન પ્રધાન હર્ષ મલ્હોત્રા(Harsh Malhotra)એ જણાવ્યું હતું કે આ બાયપાસ પૂર્ણ થવાથી વાહનચાલકોનો લગભગ એક કલાકનો સમય બચશે.
હર્ષ મલ્હોત્રાએ કહ્યું કે આ બાયપાસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ રૂટનો મહત્વનો ભાગ છે. આ માર્ગ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના આર્થિક કેન્દ્રોને જોડશે. આ પ્રોજેક્ટની મદદથી કુલ રૂટની લંબાઈ લગભગ 180 કિલોમીટર ઘટી જશે.
આ બાયપાસથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય ઘટશે. આ માર્ગ પર સરિસ્કા, કેઓલા દેવ નેશનલ પાર્ક, રણથંભોર અને જયપુર જેવા પ્રવાસન સ્થળોને પણ જોડશે છે. આશરે રૂ. 5940 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, આમાં બાંડીકુઇથી જયપુર સુધીનો ચાર માર્ગીય માર્ગ, કોટ પુટલીથી બરોડાનીસ સુધીનો છ માર્ગીય માર્ગ અને લાલ સોટ-કરોલી વિભાગનો ટુ-લેન માર્ગનો સમાવેશ થાય છે.
મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2023માં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસનો 246 કિલોમીટરનો રૂટ શરૂ કરવામાં આવ્યો હતો. આ માર્ગ દિલ્હીના DND ફ્લાયઓવરથી શરૂ થઈ રહ્યો છે અને વિરાર મહારાષ્ટ્ર અને જવાહર લાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ પર સમાપ્ત થશે. આ રૂટ પર વાહનોની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. મંત્રાલય અનુસાર, દિલ્હી મુંબઈ પ્રોજેક્ટનું કામ 53 અલગ-અલગ પેકેજમાં થઈ રહ્યું છે.