ટોપ ન્યૂઝનેશનલ

Byju’s ફાઉન્ડર બાયજુ રવીન્દ્રને ધિરાણકર્તાઓને નાણાં પરત આપવા તૈયારી બતાવી, મૂકી આ શરત

નવી દિલ્હી : ભયંકર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી જાયન્ટ એડટેક કંપની બાયજુના(Byju’s)સ્થાપક બાયજુ રવીન્દ્રન ધિરાણકર્તાઓને નાણાં પરત કરવા તૈયાર છે. જોકે, તેણે ધિરાણકર્તાઓને પૈસા પરત કરવા માટે એક ખાસ શરત મૂકી છે. બાયજુ રવિન્દ્રને ગુરુવારે કહ્યું હતું કે જો ધિરાણકર્તા તેમની સાથે કામ કરવા તૈયાર હોય તો તેઓ તેમને સંપૂર્ણ રકમ પરત કરવા તૈયાર છે. રવિન્દ્રને કહ્યું કે જો કંપની સામે નાદારીની કાર્યવાહી ચાલુ રહેશે તો ધિરાણકર્તાઓને કોઈ પૈસા નહીં મળે.

બાયજુએ 14 કરોડ ડોલર ચૂકવ્યા છે

| Also Read: Byju’sનું એક સમયે 22 બિલિયન અમેરિકી ડૉલરનું મૂલ્ય હતું, હવે છે ‘શૂન્ય’

રવિન્દ્રને કહ્યું, “જો તેઓ મારી સાથે કામ કરવા તૈયાર હોય તો હું એક રૂપિયો પણ ઉપાડતા પહેલા તેમને પૈસા પાછા આપવા તૈયાર છું. અમે 140 મિલિયન ડોલર ચૂકવ્યા હતા.પરંતુ તેઓ સમગ્ર1.2 બિલિયન ડોલર ઇચ્છતા હતા જે અમે પહેલેથી જ પ્રતિબદ્ધ અથવા રોકાણ કર્યું હતું. મોટાભાગના ધિરાણકર્તાઓ કંપની સાથે કરાર કરવા માંગતા હતા, પરંતુ તેમાંથી એક કે બે એવા હતા જેઓ તેનાથી મોટો નફો મેળવવા માંગતા હતા.”

કંપની નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહી છે

અગ્રણી એડટેક કંપની બાયજુ હાલમાં નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા રૂપિયા 158.9 કરોડના લેણાંની વસૂલાત માટે NCLATનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ NCLTએ બાયજુ વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરી છે.

| Also Read: એક સમયે આ કંપનીનું નામ ટીમ ઈન્ડિયાની જર્સી પર લખાતું, હવે નાદારીની કાર્યવાહી શરુ

BCCI કેસમાં રાહત મળ્યા બાદ કંપની ફરી મુશ્કેલીમાં

બાયજુએ સમગ્ર લેણાં ચૂકવ્યા પછી BCCI સાથેના વિવાદનું સમાધાન કર્યું. જેના પગલે NCLAT એ કંપની સામે શરૂ કરાયેલી નાદારીની કાર્યવાહીને રદ કરી દીધી. જો કે, યુએસ ધિરાણકર્તાઓએ તેમના એજન્ટ ગ્લાસ ટ્રસ્ટ દ્વારા ફરી એકવાર NCLAT આદેશને કોર્ટમાં પડકાર્યો હતો. જેણે બાયજુ સામે નાદારીની કાર્યવાહી પુનઃસ્થાપિત કરી છે. બાયજુ જે એક સમયે દેશનું સૌથી મોટી યુનિકોર્ન હવે ખૂબ જ ગંભીર નાણાકીય કટોકટીમાં ફસાઈ છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker