ટોપ ન્યૂઝનેશનલ

સાત રાજ્યની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ દ્વારા સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આગામી 10મી જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13મી જુલાઈએ મતગણતરી થશે. 10મી જુલાઈએ ચૂંટણી યોજાવાની છે તેમા બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ બેઠકો માટેનું નોટિફિકેશન 14મી જૂને બહાર પાડવામાં આવશે. નોમિનેશન દાખલ કરવાની છેલ્લી તારીખ 21મી જૂન છે.

24મી જૂને નામાંકનની ચકાસણી થશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26મી જૂન છે. 10મી જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં બિહારની એક વિધાનસભા બેઠક, પશ્ચિમ બંગાળની ચાર બેઠકો, તમિલનાડુની એક, મધ્યપ્રદેશની એક, ઉત્તરાખંડની બે, પંજાબની એક અને હિમાચલની ત્રણ બેઠકો પર મતદાન થશે. જેમાં પશ્ચિમ બંગાળની ચાર વિધાનસભા પર પેટાચૂંટણી યોજાશે તેમાં માણિકતલા, રાણાઘાટ દક્ષિણ, બાગડા, રાયગંજ બેઠકોનો સમાવેશ થાય છે.

બિહારની એક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે તેમાં રૂપૌલી બેઠકનો સમાવેશ થાય છે. તમિલનાડુની એક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે તેમાં વિક્રવંદી બેઠકનો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશની ત્રણ બેઠકો પર યોજાશે પેટાચૂંટણી તેમાં દેહરા, હમીરપુર, નાલાગઢ બેઠકનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડની બે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તેમાં બદ્રીનાથ અને મેંગલોર બેઠકનો સમાવેશ થાય છે.

પંજાબની એક સીટ પર પેટાચૂંટણી યોજાશે તેમાં જલંધર પશ્ચિમ બેઠકનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે હાલમાં જ દેશમાં લોકસભાની સાત તબક્કામાં ચૂંટણી પુરી થઈ છે.
ગુજરાતની વાત કરીએ તો અહીંના કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જેથી તેમની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજવી પડશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button