કરોડપતિ બનવાની ફોર્મ્યુલા હાથ લાગી ગઇ, બસ માત્ર આટલા સમયમાં તમે પણ…..
કરોડપતિ બનવાની ઇચ્છા કોની નહીં હોય! દરેક જણ ઇચ્છે છે કે તેઓ બંને હાથે કમાય અને તેમની તિજોરી ભરે. જોકે, એક વાત તો નક્કી છે કે તમારી 9થી 5ની સાધારણ નોકરીમાં આ શક્ય નથી. પણ કરોડપતિ બનવા માટે તમારે દિમાગથી વિચારવું પડશે અને પછી તેનો અમલ કરવો પડશે.
જો તમે પણ કરોડપતિ બનવા માંગો છો તો આજે અમે તમને એક શાનદાર ફોર્મ્યુલા જણાવવા જઈ રહ્યા છીએ. આ એક એવી પદ્ધતિ છે જેમાં તમારે કોઈપણ પ્રકારનો વ્યવસાય કરવાની જરૂર નથી. તમારે માત્ર ચોક્કસ સ્કીમ હેઠળ રોકાણ કરવું પડશે. આ પછી તમારા પૈસા જ તમને મબલખ કમાણી કરાવી આપશે. શું ચકરાઇ ગયા! ચાલો આપણે વિગતે સમજીએ.
અમે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં તમે રોકાણ કરીને 10થી 15 વર્ષના સમયગાળામાં મબલખ કમાણી કરી શકો છો. SIP દ્વારા, તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને મોટી રકમ જમા કરી શકશો. મ્યુચ્યુઅલ ફંડમાં સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપમાં રોકાણ કરી શકાય છે. ધારો કે જો તમે લાર્જ કેપમાં રોકાણ કરો છો, તો વાર્ષિક વ્યાજ દર 12 થી 15 ટકા અથવા તેનાથી પણ વધારે હોઈ શકે છે. ઉપરાંત ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે, નાણાં પણ ઝડપથી વધે છે. આમ, ચોક્કસ રીતે રોકાણ કરીને આસાનીથી સારી રકમ જમા કરી શકાય છે.
આવી જ એક ફોર્મ્યુલા 15X15X15 છે. આ ફોર્મ્યુલા મુજબ તમારે 15 વર્ષ સુધી કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.(15X15X15) જો આ સમયગાળા દરમિયાન 15 ટકા વાર્ષિક વળતર મળી રહ્યું છે, તો 15 વર્ષ પછી આ રકમ કરોડ રૂપિયા થઈ જશે. SIPમાં 15 ટકા વાર્ષિક વળતર આસાનીથી મળી શકે છે, પણ તમારે યોગ્ય ફંડની પસંદગી કરવી જોઇએ.
જો તમે ઉપર જણાવેલી ફોર્મ્યુલા મુજબ કોઇ એક ચોક્કસ મ્યુ. ફંડમાં દર મહિને 15 હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો 15 વર્ષમાં કુલ રકમ 27 લાખ રૂપિયા થશે. આના પર વાર્ષિક 15 ટકા વ્યાજ ઉમેરીએ તો 15 વર્ષમાં વ્યાજની રકમ આશરે 74.50 લાખ રૂપિયા જેટલી થઇ જાય છે. અને મુદ્દલ રકમ તથા વ્યાજ સાથે 15 વર્ષમાં તમારા નાણા એક કરોડ રીૂપિયા જેટલા થઇ જશે.
જોકે, મેયુ. ફંડમાં વળતરની ગેરંટી નથી હોતી. તમારે વ્યાજમાં ક્યારેક વધારો, ઘટાડો પણ થઇ શકે છે, પણ નિષ્ણાંતો માને છે કે રોકાણકારોને લાંબા ગાળે 15થી 20 ટકા વળતર મળી શકે છે. અમે તમને સામાન્ય માહિતી આપી રહ્યા છીએ. તમે જ્યારથી કમાવા માંડો ત્યારથી જ ધીમે ધીમે બચત કરવાનું શરૂ કરવું જોઇએ.