નેશનલ

નિયમોના ભંગ બદલ ફરી એક વાર એર ઇન્ડિયાને DGCAએ ફટકાર્યો દંડ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર આશરે એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે . આ દંડ’નોન-ક્વોલિફાઈડ’ ક્રૂ મેમ્બર સાથે ફ્લાઈટ્સ ઓપરેટ કરવા બદલ ફટકારવામાં આવ્યો છે. અગાઉ માર્ચ મહિનામાં પણ, એરલાઇનને પાઇલટના આરામના સમયગાળાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

DGCA એ નોંધ્યું હતું કે એર ઈન્ડિયાએ નોન-ટ્રેનર લાઇન કેપ્ટન અને નોન-લાઇન-રિલીઝ્ડ ફર્સ્ટ ઓફિસર સાથે ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. આ ઘટના 10 જુલાઈના રોજ એર ઈન્ડિયા દ્વારા સબમિટ કરવામાં આવેલા સ્વૈચ્છિક અહેવાલ દ્વારા DGCAના ધ્યાન પર આવી હતી. ત્યાર બાદ DGCA હરકતમાં આવ્યું હતું અને એરલાઇનની કામગીરીની વ્યાપક તપાસ હાથ ધરી હતી. એર ઈન્ડિયાના ઓપરેશન્સ ડિરેક્ટરને છ લાખ રૂપિયાનો અને ટ્રેનિંગ ડિરેક્ટરને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

DGCAએ જણાવ્યું હતું કે નિયમનકારી જોગવાઇઓમાં ખામી અને ઉલ્લંઘનોને ચલાવી શકાય નહીં, કારણ કે તે લોકોની સલામતીને નોંધપાત્ર રીતે અસર કરે છે. DGCAએ 22 જુલાઈ, 2024 ના રોજ, એર ઈન્ડિયાના ફ્લાઈટ કમાન્ડર અને અન્ય અધિકારીઓને કારણ દર્શક નોટિસ જારી કરી હતી. ફ્લાઈટ કમાન્ડર અને અન્ય અધિકારીઓએ આપેલા જવાબો DGCAને અસંતોષકારક લાગ્યા હતા, તેથી એરલાઇન્સને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંબંધિત પાયલોટને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા અને સાવચેતી રાખવા ચેતવણી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker