Video: દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાન પાસે પાર્ક કરેલી બસ સળગી ઉઠી | મુંબઈ સમાચાર
નેશનલ

Video: દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાન પાસે પાર્ક કરેલી બસ સળગી ઉઠી

દિલ્હી: આજે મંગળવાર બપોરે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(IGIA) એક મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. ટર્મિનલ-3 પર ઉભેલા એર ઇન્ડિયાના વિમાનથી માત્ર થોડા મીટર જ દૂર પાર્ક કરેલી એક બસમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. સદભાગ્યે બસમાં મુસાફરો સવાર ન હતાં, જેને કારણે કોઈ જાનહાની થઇ ન હતી.

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA)ના ટર્મિનલ-3 પર બસમાં લાગેલી આગનો એક વીડિયોમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે, આગ લાગવાના કારણોની તપાસ કારવામાં આવી રહી છે.

IGIAનું સંચાલન કરતી કંપની દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. એર ઇન્ડિયા એ પણ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

અહેવાલ મુજબ આ બસનું સંચાલન એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરવામાં આવતું હતું. આ કંપની એરપોર્ટ પણ વિવિધ એરલાઇન્સ માટે ગ્રાઉન્ડ સર્વિસ પૂરી પડે છે.

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ ટર્મિનલ અને ચાર રનવે છે, એરપોર્ટ વાર્ષિક 10 કરોડથી વધુ મુસાફરોને મેનેજ કરે છે. એરપોર્ટનું ટર્મિનલ 3 વિશ્વના સૌથી મોટા ટર્મિનલમાંનું એક છે અને દર વર્ષે 4 કરોડ મુસાફરોને મેનેજ કરી શકે છે. આ ટર્મિનલ પર આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ હેન્ડલ કરે છે .

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button