દુઃખદ, ઉત્તરાખંડમાં રોડ અકસ્માત, બસ ખાઇમાં પડી, અનેક ઘાયલ
ઉત્તરાખંડમાં એક દુર્ઘટના સર્જાઇ છે. અલ્મોડાથી હલ્દવાની તરફ આવી રહેલી રોડવેઝની બસ ભીમતાલ નજીક ઉંડી ખાઇમાં પડી હતી. અકસ્માત બાદ ચારે બાજુ ચીસાચીસ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા 26થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એમ જણાવવામાં આવ્યું છે કે ગંભીર રીતે ઘાયલોને હલ્દવાનીની હૉસ્પિટલમાં લઇ જવામાં આવશે. આ અકસ્માતમાં કેટલાક લોકોના મૃત્યુની આશંકા પણ સેવાઇ રહી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ નૈનીતાલથી ફાયર વિભાગ અને SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
અકસ્માતનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, પણ એમ માનવામાં આવે છે કે ડ્રાઇવરની ચૂકથી આ અકસ્માત થયો હતો. જોકે, પોલીસની ટીમ હાલમાં ઘટનાની તપાસમાં લાગેલી જ છે.
Also Read – કાશ્મીરમાં મોટી દુર્ઘટનાઃ પૂંચમાં આર્મીનું વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડતા 5 જવાન શહીદ
ગયા મહિને પણ ઉત્તરાખંડના અલ્મોડામાં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી હતી. આ ઘટનામાં 36 લોકોના મોત થયા હતા. એ પહેલા 12 નવેમ્બરના રોજ દેહરાદૂનમાં એક ભયાનક કાર અકસ્માતમાં છ વિદ્યાર્થીઓના મોત થયા હતા