નેશનલ

અયોધ્યા ગેંગરેપ કેસના આરોપી સપા નેતાના ઘર પર બાબાનું બુલડોઝર ચાલ્યું! યોગી સરકાર એક્શન મોડમાં

અયોધ્યાના ભાદરસામાં ગેંગરેપની ઘટના (Ayodhya Gang rape case)પર યોગી સરકારે કડક વલણ દાખવ્યું છે, અહેવાલ મુજબ આરોપી સપા નેતા મોઇદ ખાનની પ્રોપર્ટી પર બુલડોઝર ચલવવામાં આવ્યું છે. મોઇદ ખાનની જમીનોની માપણી કરવામાં આવી આવી હતી, ત્યાર બાદ આ એક્શન (bulldozer action) લેવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોપીના સાથી સપા નેતા અને નગર પંચાયત ભાદરસાના અધ્યક્ષ મોહમ્મદ રાશિદ, સપા નેતા જયસિંહ રાણા અને અન્ય એક વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપ છે કે આ લોકો મોડી રાત્રે 11 વાગ્યે જિલ્લા મહિલા હોસ્પિટલમાં ગયા અને પીડિતાના પરિવારને સમાધાન માટે ધમકી આપી. પુરાકલંદર પોલીસ સ્ટેશનના પિપરી ભરતકુંડના રહેવાસી રામસેવકદાસે કેસ નોંધ્યો છે. સગીર વયની પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પીડિત સગીરાની માતા સાથે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મુલાકાત કરી કરી હતી, ત્યાર બાદ પુરા કલંદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રતન શર્મા અને ભાદરસા ચોકીના ઈન્ચાર્જ અખિલેશ ગુપ્તાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્વરિત કાર્યવાહી ન કરવા અને કેસ નોંધવામાં વિલંબ કરવા બદલ બંને સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ સિવાય 2 ઓગસ્ટે મુખ્ય આરોપી મોઇદ ખાનની સંપત્તિની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા. મહેસૂલ વિભાગે જમીનની માપણી શરૂ કરી હતી. તળાવ અને સરકારી જમીનો પર મોઈદ દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
સામૂહિક બળાત્કારની આ ઘટના અયોધ્યાના પુરા કલંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં એક સગીર પર બળાત્કાર કર્યા બાદ આરોપીએ તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને પછી તેને લાંબા સમય સુધી બ્લેકમેલ કરી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતા બે મહિનાની ગર્ભવતી હોવાની જાણ થઇ.

પીડિતાના પરિવારે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ શરૂઆતમાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ છે. બાદમાં નિષાદ પક્ષના લોકોએ હિંદુ સંગઠનો સાથે મળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો ત્યારે પોલીસે એસપીના ભાદરસા શહેર પ્રમુખ મોઈદ ખાન અને તેની બેકરીમાં કામ કરતા રાજુની ધરપકડ કરી હતી. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ(NCPCR)એ પણ આ ઘટના પર પોલીસને નોટિસ આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button