શું બજેટ 2026માં રેર અર્થ ક્ષેત્ર માટે કોઈ જાહેરાત થશે? ભારત પાસે આ ખનીજનો છે વિપુર ભંડાર

નવી દિલ્હીઃ વિશ્વભરમાં જે મજબૂત દેશો અત્યારે રેર અર્થની સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા માટે અને ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે રણનીતિ બનાવી રહ્યાં છે. આ પ્રક્રિયા માટે આ દેશોએ અરબો ડોલરનું રોકાણ પણ કરી દીધું છે. રેર અર્થની વાત કરવામાં આવે તો, પૃથ્વીના પેટાળામાં 11 કરોડ ટન જેટલો જથ્થો રહેલો છે. આમાંથી એકલા ચીન પાસે જ 4.4 કરોડ ટન જેટલો રેર અર્થનો જથ્થો છે. જેથી વિશ્વના મોટા ભાગના દેશો આના માટે ચીન પર નિર્ભર છે.
રેર અર્થના કુલ જથ્થાનો 6થી 8 ટકા હિસ્સો ભારતમાં છે
ભારતની વાત કરવામાં આવે તો, પૃથ્વી પરના કુલ રેર અર્થનો છ થી આઠ ટકા હિસ્સો ભારતમાં છે.ભારતના મુખ્ય રેર અર્થ (દુર્લભ પૃથ્વી સ્ત્રોત) મોનાઝાઇટ, કેરળ, તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના દરિયા કિનારાની રેતીમાં વ્યાપકપણે જોવા મળે છે. આ સાથે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં તેના ભંડાર આવેલા છે. એક અંદાજ પ્રમાણે જે 69 લાખ ટન જેટલો થાય છે. પરંતુ વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ભાગ માત્ર 1થી પણ ઓછો છે. એટલે કે ભારત પાસે રેર અર્થનો વિશાળ ભંડાર તો છે, પરંતુ તેને શક્તિનું સ્વરૂપ આપવાની પ્રક્રિયાથી આપણે ઘણાં દૂર છીએ.
શું 2026ના બજેટમાં આ ક્ષેત્ર માટે નોંધ લેવામાં આવશે?
હવે આશા એવી છે કે, 2026ના બજેટમાં રેર અર્થના ખાણકામ, પ્રક્રિયા અને ડાઉનસ્ટ્રીમ ઉત્પાદન માટે ધ્યાન આપવામાં આવશે. જેથી આપણે ચીન પરની નિર્ભરતાને ઘટાડી શકીશું. પરંતુ મુદ્દાની વાત એ છે કે, આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા 2026ના બજેટમાં કેવી જાહેરાત કરવામાં આવે છે. વેપારની વાત કરવામાં આવે તો, 20મી સદીમાં તેલના કુવા વૈશ્વિક રાજનીતિની દિશા નક્કી કરતા હતાં. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે વિશ્વ અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો (EV), સંરક્ષણ પ્રણાલીઓ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગો પર કેન્દ્રીત થવા લાગ્યું છે. જ્યારે આ ઉદ્યોગ સંપૂર્ણ રીતે રેર અર્થના ખનીજો પર જ નિર્ભર છે.
21મી સદીમાં રેર અર્થ જ કોઈ પણ દેશની દશા અને દિશા નક્કી કરશે
રેર અર્થમાં 17 પ્રકારની વિવિધ ધાતુઓ જેમાં નિયોડિમિયનમ, ડિસ્પ્રોસિયમ અને લૈથેનમ સામેલ છે. આ ધાતુઓ વગર ના તો પનવ ચક્કીઓ ચાલે છે કે ના આધુનિક મિસાઈલો પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. જેથી રેર અર્થ ખનીજોના ખનન અને ડાઉનસ્ટ્રીમ ઉત્પાદનો માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે. વિશ્વની મોટી અર્થ વ્યવસ્થાઓ પણ આ દિશામાં જ કામ કરી રહી છે.
ચીનમાં છે સૌથી વધારે રેર અર્થનો સૌથી વધારે ભંડાર
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં ચીનનો દબદબો રહ્યો છે. જે વિશ્વ માટે ચિંતાની વાત છે. બેઇજિંગ માત્ર વૈશ્વિક ખાણકામના 70% પર જ નિયંત્રણ કરતું નથી, પરંતુ 90% રિફાઇનિંગ અને પ્રોસેસિંગ ક્ષમતા પર પણ નિયંત્રણ રાખે છે. ગત વર્ષે જ્યારે ચીને 17માંથી 7 પ્રમુખ ખનીજ તત્વોના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે વૈશ્વિક લેવલે ઓટોમોબાઈલ અને રક્ષા ક્ષેત્રને મોટા પ્રમાણમાં અસર થઈ હતી. આમેય ચીન પર કોઈ પણ વસ્તુ માટે નિર્ભર રહેવું તે જોખમી સાબિતતઈ રહ્યું છે.
વૈશ્વિક સ્પર્ધકોને માત આપવા રેર અર્થ મહત્વપૂર્ણ સાબિત થશે
ઉદ્યોગ જગત બજેટ 2026 થી ફક્ત સબસિડી જ નહીં, પણ એક એવી ઇકોસિસ્ટમની અપેક્ષા રાખે છે જ્યાં ખાનગી ક્ષેત્ર રોકાણ કરી શકે. આ માટે લાંબા ગાળાના ધિરાણ, લક્ષિત કર પ્રોત્સાહનો, સુરક્ષિત ઉપાડ કરારો અને મૂલ્ય-સાંકળ-સંકળાયેલ પ્રોત્સાહનોની જરૂર છે. આ વિના, ભારત નીતિ સ્તરે અટવાયેલું રહી શકે છે, જ્યારે વૈશ્વિક સ્પર્ધકો ઝડપથી તેનાથી આગળ નીકળી જશે. પરંતુ આ દરેક બાબતમાં સૌથી અગત્યની વાત એ છે કે, જો વિશ્વના અન્ય દેશો સમકક્ષ રહેવું હોય તો રેર અર્થ અંગે બજેટમાં ખાસ ધ્યાન રાખવું પડશે.
ભારતે ખાસ તો ઓસ્ટ્રોલિયા અને જાપાન મોડલથી શીખવું પડશે. આ દેશમાં સરકાર ખાનગી કંપનીઓ સાથે મળીને રેર અર્થ ક્ષેત્રમાં આગળ વધે છે. નાણાકીય પ્રોત્સાહનો અને PLIનું વિસ્તરણ ખાસ કરવાનું રહશે. અત્યારે રૂપિયા 7,280 કરોડની મેગ્નેટ PLI યોજના પ્રશંસનીય છે, પરંતુ તેને ‘અપસ્ટ્રીમ’ પ્રવૃત્તિઓ સુધી વિસ્તૃત કરવાની જરૂર છે. બજેટમાં રેર અર્થ પ્રોજેક્ટને માટે ખાસ જાહેરાતો કરવી પડશે. સેમિકન્ડક્ટર હબ જેવા પ્લગ-એન્ડ-પ્લે હબ તૈયાર કરવા પડશે.
મુદ્દાની વાત એ છે કે, અત્યારે સેમિકન્ડક્ટર હબને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં શેર્ડ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવની જરૂર પડશે. આનાથી નાના અને મધ્યમ કદના વિકાસકર્તાઓ માટે ખર્ચમાં ઘટાડો થશે, જે દેશ માટે ફાયદાકારક સાબિત થશે. આ સાથે નિયમોમાં પણ થોડી છૂટછાટ આપવી પડશે.
આપણ વાંચો: ભાજપ પ્રમુખની 20મીએ ચૂંટણી, નીતિન નબિન બિનહરીફ ચૂંટાશે કે મતદાન થશે ? જાણો વિગત



