બજેટ 2026: કન્ટેન્ટ ક્રિએટર્સ અને ગેમર્સને પ્રોત્સાહન! સ્કૂલ-કોલેજમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ શરુ થશે

નવી દિલ્હી: આજે લોકસભામાં યુનિયન બજેટ 2026 રજુ કરતી વખતે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઇનોવેશન અને ટેકનોલોજીને વિકસિત ભારત માટે સૌથી મહત્વના ક્ષેત્ર ગણાવ્યા. સીતારમણે ગેમિંગ અને કન્ટેન્ટ ક્રિએશનને પ્રોત્સાહનો આપવાની જાહેરાત કરી. તેમણે 1,500 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (ABGC) કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ શરુ કરવાની જાહેરાત કરી
નોંધનીય છે કે ઈન્ટરનેટ ક્રાંતિ સાથે ક્રિએટર ઈકોનોમી અને AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ) ઇન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ સરકાર આ ક્ષેત્રને રોજગાર, કૌશલ્ય અને ડિજિટલ ઇનોવેશનું હબ બનવવાનું લક્ષ્ય રાખી રહી છે.
આપણ વાચો: નિર્મલાના બજેટમાં ઈન્કમટેક્સ અંગે મોટી જાહેરાત, સામાન્ય માણસને શું ફાયદો ?
ડિઝાઇન સ્કૂલ્સ શરુ કરવામાં આવશે:
કન્ટેન્ટ ક્રિએટર લેબ્સમાં વિદ્યાર્થીઓને ગેમ ડિઝાઇન, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ડિજિટલ કન્ટેન્ટ પ્રોડક્શનની આધુનિક ટ્રેનીંગ આપવામાં આવશે. ડિઝાઇન એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે નવી નેશનલ ડિઝાઇન સ્કૂલ્સ શરુ કરવામાં આવશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત ફક્ત ટેકનોલોજીનો ઉપયોગ જ નહીં પરંતુ સેક્ટરની આગેવાની કરશે. ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની સાથે પાંચ યુનિવર્સિટી ટાઉનશીપ બનાવવામાં આવશે.
આપણ વાચો: Budget 2026: સીતારમણે 20 નવા નેશનલ વોટરવેઝ અને સીપ્લેન સર્વિસની જાહેરાત કરી…
ક્રિએટર ઇન્ડસ્ટ્રીમાં રોજગારીને પ્રોત્સાહન:
નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર ગેમિંગ અને સંબંધિત ક્રિએટર ઇન્ડસ્ટ્રીમાં 10 લાખથી વધુ પ્રોફેશનલ્સ માટે રોજગારની તકો ઊભી કરવાની યોજના ધરાવે છે. જેના માટે ટ્રેનીંગ અને પ્રેક્ટીકલ લર્નિંગ પર ધ્યાન આપવા આવશે, જેથી યુવાનોને ઇન્ડસ્ટ્રી-રેડી સ્કિલ આપવા મળી રહે. યુવાનો માટે કન્ટેન્ટ ક્રીએશન અને ગેમિંગને કારકિર્દીનો વિકલ્પ વિકાસાવવા પગલા લેવામાં આવશે.
સરકારે બજેટમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે મોટા રોકાણની યોજના બનાવી છે, જેથી કન્ટેન્ટ ક્રીએશન અને ગેમિંગ ઇકોસિસ્ટમને ટેકો મળશે.



