Top Newsનેશનલ

બજેટ રજૂ થાય એ પહેલાં જ ઝટકો! LPG સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો, જાણો નવા ભાવ…

નવી દિલ્હી: આજે નાણા પ્રધાન નિર્મલા સિતારમણ સંસદમાં કેન્દ્રિય બજેટ રજુ કરવાના છે, આ દરમિયાન કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ વસ્તુ મોંઘી થશે તેના પર સૌની નજર રહેશે, એ પહેલા સામાન્ય લોકોને એક ઝટકો લાગ્યો છે. આજે ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે કોમર્શિયલ અને ડોમેસ્ટિક લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરના ભાવ અપડેટ કરવામાં આવ્યા છે.

19 કિલોગ્રામ વજનના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹50 નો વધારો કારવામાં આવ્યો છે, જ્યારે ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

અહેવાલ મુજબ દિલ્હીમાં ગ્રાહકોને 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG સિલિન્ડર માટે આજથી 1691.50 રૂપિયાને બદલે 1740.50 રૂપિયા ચુકવવા પડશે. મુંબઈમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ 1642.50 રૂપિયાથી વધીને 1692 રૂપિયા થયા છે. LPG સિલિન્ડરના ભાવ કોલકાતામાં 1795 રૂપિયાથી વધીને 1844.50 રૂપિયા અને ચેન્નઈમાં 1849.50 રૂપિયાથી વધીને 1899.50 રૂપિયા થયા છે.

ગત મહીને જાન્યુઆરીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા એક કેલેન્ડર વર્ષ દરમિયાન કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષે માર્ચ મહિનામાં દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ 1803 રૂપિયા હતો જે, જે આજે 1740.50 રૂપિયા રહી ગયો છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઈટ મુજબ 14.2 કિલોગ્રામનું ડોમેસ્ટિક LPG સિલિન્ડર દિલ્હીમાં 853 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયામાં મળી રહ્યું છે, જ્યારે કોલકાતામાં 879 રૂપિયા અને ચેન્નઈમાં 868 રૂપિયામાં મળી રહ્યું છે.

આ પણ વાંચો…બજેટ પહેલા નાણા પ્રધાનને દહીં-ખાંડ ખવડાવવાની શું છે પરંપરા? જુઓ વીડિયો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button