Budget 2025: વૃદ્ધ નાગરિકોને મળશે વધુ કર લાભ...

બજેટમાં વડીલોની થઇ ગઇ બલ્લે બલ્લે… કર કપાત મર્યાદા થઇ ગઇ બમણી…

નવી દિલ્હીઃ દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારામને પીએમ મોદી 3.0નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરી દીધું છે, જેમાં દરેક વર્ગ માટે કંઇક ને કંઇક જાહેરાત કરવામાં આવી છે. દેશના વડીલોની ઝોળી પણ નાણા પ્રધાને છલકાવી દીધી છે. તેમણે સિનિયર સિટિઝન્સો માટે કર કપાત મર્યાદા બમણી કરવાની જાહેરાત કરી છે. સિનિયર સિટિઝનોની કર કપાત મર્યાદા અગાઉ 50 હજાર રૂપિયા હતી તેમાંથી વધારીને હવે સીધી બમણી એટલે કે એક લાખ રૂપિયા કરવામાં આવી છે.

Also read : Agriculture Budget: ધરતીપુત્રોને બજેટમાં શું મળ્યું? કપાસની ખેતી કરતાં ખેડૂતોને થશે આ લાભ

આ ઉપરાંત ભાડાની ચૂકવણી પર ટીડીએસ મર્યાદા 2.4 લાખ રૂપિયાથી વધારીને હવે છ લાખ રૂપિયા કરવામાં આવી છે. નિર્મલા સીતારામને એમ પણ જણાવ્યું હતું કે ઘણા સિનિયર સિટિઝનો જૂની NSS યોજનામાં ખાતા ધરાવે છે. આવા ખાતાઓ પર હવે ખાસ કંઇ વ્યાજ મળતું નથી. તેથી નાણા પ્રધાને NSSમાંથી ઓગસ્ટ 2024 પછી પૈસાનો ઉપાડ કરવા પર મુક્તિનો પ્રસ્તાવ મૂક્યો છે.

જૂની અને નવી એમ બંને કર પ્રણાલી હેઠળ સિનિયર સિટિઝનો માટે મૂળભૂત મુક્તિની મર્યાદા વાર્ષિક 3 લાખ રૂપિયા છે અને સુપર સિનિયર સિટિઝન્સ (80 કે તેથી વધુ વર્ષના) વાર્ષિક પાંચ લાખ રૂપિયાની છૂટ મેળવે છે. જોકે, ા માત્ર જૂની કર પ્રણાલી સિસ્ટમ હેઠળ છે.

Also read : Big Breaking: બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં

ગયા વર્ષના બજેટમાં સિનિયર સિટિઝનો માટે સેવિંગ્સ સ્કીમની ડિપોઝીટ લિમિટ 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત માસિક આવક ખાતાની જમા મર્યાદા પણ વ્યક્તિગત ખાતા માટે 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતા માટે 9 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી હતી

Back to top button