માત્ર 1 રૂપિયામાં દરરોજ 2 જીબી ડેટા, કોલિંગ, એસએમએસ, કઈ કંપનીએ રજૂ કર્યો ધમાકેદાર પ્લાન ? | મુંબઈ સમાચાર

માત્ર 1 રૂપિયામાં દરરોજ 2 જીબી ડેટા, કોલિંગ, એસએમએસ, કઈ કંપનીએ રજૂ કર્યો ધમાકેદાર પ્લાન ?

સરકારી ટેલિકૉમ કંપની BSNLએ સ્વતંત્રતા દિવસના અવસરે નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ ખાસ ઑફરને ‘ફ્રીડમ ઑફર’ તરીકે લૉન્ચ કરવામાં આવી છે, જે ગ્રાહકો માટે સીમિત સમય માટે ઉપલબ્ધ રહેશે. BSNLએ સોશિયલ મીડિયા દ્વારા આ પ્લાનની જાહેરાત કરી, જે નવા ગ્રાહકો માટે આકર્ષક લાભો લઈને આવે છે. આ ઑફર ડેટા, કૉલિંગ અને અન્ય સુવિધાઓનું સંયોજન છે, જે ગ્રાહકોને લાભદાયી અનુભવ પુરો પાડશે.

BSNLની આ ફ્રીડમ ઑફરની કિંમત માત્ર 1 રૂપિયો છે અને તે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2GB 4G ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMSનો લાભ મળશે. ડેટાની FUP લિમિટ પૂરી થયા બાદ ઇન્ટરનેટ સ્પીડ 40 Kbps થઈ જશે. આ ઉપરાંત, નવા ગ્રાહકોને આ ઑફર હેઠળ મફત 4G સિમ કાર્ડ પણ મળશે, જેના માટે ગ્રાહક કોઈ પણ વધારાનો ખર્ચ કરવો પડશે નહીં.

કોને મળશે લાભ?

આ ફ્રીડમ ઑફર ફક્ત નવા BSNL ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે. જો તમે નવું કનેક્શન લેવા માંગો છો અથવા અન્ય નેટવર્કમાંથી BSNLમાં પોર્ટ કરવા ઇચ્છો છો, તો તમે આ ઑફરનો લાભ લઈ શકો છો. જોકે, હાલના BSNL ગ્રાહકોને આ ઑફરનો લાભ નહીં મળે. આ ઑફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ BSNLના કૉમન સર્વિસ સેન્ટરની મુલાકાત લેવી પડશે. ડોરસ્ટેપ સિમ ડિલિવરી વાળા ગ્રાહકોને આ ઑફર મળશે કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

BANL નવા ગ્રાહકોને આકર્ષવા માટે આ ખાસ લાવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઑફર 1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ, 2025 સુધી ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. આ દરમિયાન નવા ગ્રાહકો આ પ્લાનનો લાભ લઈ શકશે. BSNLના આ નિર્ણયને ટેલિકૉમ સેક્ટરમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કંપની આગામી વર્ષે 5G સેવાઓ શરૂ કરવાની યોજના પણ ધરાવે છે, જોકે તેની સત્તાવાર તારીખ હજુ જાહેર થઈ નથી.

BSNL આ ઑફર દ્વારા નવા ગ્રાહકોને આકર્ષવા અને બજારમાં પોતાની હાજરી વધારવા માગે છે. રૂપિયા 1ની આકર્ષક કિંમતે આ પ્લાન ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઑફર ટેલિકૉમ ક્ષેત્રમાં BSNLની સ્પર્ધાત્મક રણનીતિનો એક ભાગ છે, જે ભવિષ્યમાં વધુ નવીન સેવાઓ લાવવાની શક્યતા દર્શાવે છે.

આ પણ વાંચો…Jio ની સેવાઓમાં અચાનક વિક્ષેપ: અનેક શહેરોમાં યુઝર્સને ઇન્ટરનેટ અને કોલિંગમાં પરેશાનીઓ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button