ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFને મોટી સફળતા, દાણચોરીના 9.6 કિલો Gold સાથે સાત લોકોની ધરપકડ
નવી દિલ્હી : ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર બીએસએફ( BSF)ને મોટી સફળતા મળી છે. BSFઅને DRIના સફળ સંયુક્ત ઓપરેશનમાં, સુરક્ષા દળોએ 11.5 લાખ રૂપિયા રોકડા અને 6.86 કરોડ રૂપિયાની કિંમતનું 9.6 કિલો સોનું (Gold) દાણચોરી કરતા લોકોને પકડ્યા છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી આ ઘટનામાં સામેલ તમામ તસ્કરોની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ, દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળના નાદિયા જિલ્લામાં તૈનાત 68 બટાલિયનના BSF જવાનોએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ સીમાનગરમાંથી સતત 7 તસ્કરોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : Make In India: સ્વદેશી શસ્ત્રોની બોલબાલા, ડિફેન્સ મેન્યુફેકચરિંગમાં ધરખમ વધારો
11 કરોડથી વધુની રોકડ અને 6 સોનાની ઈંટો મળી આવી છે
આ ઉપરાંત સુરક્ષા દળોએ તેમના કબજામાંથી 16 સોનાની ઇંટો અને 9.572 કિગ્રા વજનનું એક સોનાનું બિસ્કિટ અને રૂ. 11,58,500/-ની રોકડ અને સોનાની ડિલિવરીમાં વપરાયેલી મારુતિ ઇકો કાર પણ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા સોનાની કુલ અંદાજિત કિંમત રૂ. 6,86,23,582/- હોવાનું કહેવાય છે. માહિતી અનુસાર, આ ઘટના 4 જુલાઈ, 2024 ના રોજ બની હતી જેમાં ડીઆરઆઈએ BSFના ગુપ્તચર વિભાગ સાથે સોનાની દાણચોરીની માહિતી શેર કરી હતી. માહિતી મળતાં, BSFની 68 બટાલિયન અને DRIની સંયુક્ત ટીમે સિમનગર વિસ્તારમાં સ્ટેટ હાઈવે નંબર 11 પર વાહનોની મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ રીતે ધરપકડ થઈ
જેમાં સવારે 05.30 થી સવારે 9 વાગ્યા સુધી ચાલેલા આ ઓપરેશનમાં સૈનિકોએ એક શંકાસ્પદ મારુતિ ઈકો કારમાંથી 4.8 કિલો સોના સાથે બે દાણચોરોની ધરપકડ કરી હતી. આ પછી સર્ચ દરમિયાન, 4.82 કિલો સોના સાથે અન્ય 4 દાણચોરોની પણ અટકાયત કરવામાં આવી હતી. પ્રારંભિક પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે અન્ય એક ઓપરેશનમાં કરીમપુરના રામનગર ગામમાં એક શંકાસ્પદ ઘરની તલાશી દરમિયાન, 1 સોનાના બિસ્કિટ અને 11,58,500 રૂપિયાની ગેરકાયદે રોકડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.