
અગરતલા : જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇના રોજથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થવાની છે. જેની માટે કેન્દ્ર સરકારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. ત્યારે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ત્રિપુરાના ઉદયપુરથી બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની એક ટુકડી જમ્મુ મોકલવાની હતી. તેમજ સૈનિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બીએસએફએ રેલવે પાસેથી એસી- ટુ ટાયર, ટાયર કોચ, 2 એસી -3 ટાયર કોચ, 16 સ્લીપર કોચ અને 4 જનરલ એસએલઆર કોચની માંગણી કરી હતી. પરંતુ સૈનિકો માટે પૂરી પાડવામાં આવેલી ટ્રેનની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.
ટ્રેન જર્જરિત હાલતમાં, બારીઓ તૂટેલી હતી
આ ટ્રેનનો એક વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રેનની બારીઓ તૂટેલી હતી દરવાજા જામ હતા, શૌચાલય ખૂબ જ ગંદા હતા. તેમજ સીટો ફાટેલી હતી. જેના કારણે સીટોના લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે.
બીએસએફની ફરિયાદ બાદ રેલવેએ તાત્કાલિક ટ્રેન બદલી
બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેનની ખરાબ સ્થિતિ અંગે જ્યારે રેલવેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે રેલવેએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રેન બદલી. હવે નવી ટ્રેન દ્વારા અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ત્રિપુરાના ઉદયપુરથી બીએસએફના સૈનિકો રવાના થયા છે.
આ પણ વાંચો - કોરોના સામે વડાપ્રધાન મોદીની સુરક્ષા વધારાઈ; હવે પ્રધાનો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત…
બીએસએફએ કરી આ સ્પષ્ટતા
આ ઘટના વચ્ચે, બીએસએફનો સ્પષ્ટતા પણ બહાર આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સૈનિકોએ વિરોધ કર્યો ન હતો કે કોઈ હોબાળો મચાવ્યો ન હતો. જ્યારે પણ બીએસએફ ટુકડીની અવરજવર હોય છે. ત્યારે બીએસએફ અધિકારીઓ દ્વારા ટ્રેનનું નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ જ બધા સૈનિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ વખતે પણ બીએસએફએ રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી ટ્રેનની સ્થિતિ અંગે મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ રેલવે મંત્રાલય દ્વારા ટ્રેન બદલવામાં આવી હતી.