જમ્મુમાં LoC નજીક પાકિસ્તાને કરેલા ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ, સાત ઘાયલ…

જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં એક બીએસએફ જવાન શહીદ થયો હતો અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના આરએસપુરા સેક્ટરમાં બની હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝે આગળથી બહાદુરીથી નેતૃત્વ કર્યું અને સર્વોચ્ચ બલિદાન આપ્યું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીય જવાન શહીદ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. BSFએ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં એક બીએસએફ જવાન શહીદ થયો હતો અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના આરએસ પુરા સેક્ટરમાં બની હતી.
મોહમ્મદ ઇમ્તિયાઝે બહાદુરીથી નેતૃત્વ કર્યું અને સર્વોચ્ચ બલિદાન આપ્યું
આ મામલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝે આગળથી બહાદુરીથી નેતૃત્વ કર્યું અને સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ સાથે જમ્મુ ફ્રન્ટિયરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, 10મી મે 2025 ના રોજ જમ્મુ જિલ્લાના આરએસ પુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ક્રોસ બોર્ડર ગોળીબાર દરમિયાન રાષ્ટ્રની સેવામાં બહાદુર બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને અમે સલામ કરીએ છીએ. આ સાથે સાથે બીએસએફના ડિરેક્ટર જનરલે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ડ્રોન દ્વારા હુમલો કર્યો
ભારત અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ પર નજપ કરવામાં આવે તો પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. જોકે, ભારતે પાકિસ્તાનના દરેક હુમલાને નાકામ કરી નાખ્યો છે. અમેરિકાએ વચ્ચે રહીને બન્ને દેશોને યુદ્ધ વિરામ માટે મનાવ્યાં હતાં. પરંતુ પાકિસ્તાન કોઈ પણ પ્રકાર શાંતિ નથી ઉચ્છતું! જેથી ભારતીય સેનાને પણ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવા માટે છુટ્ટોદોર આપી દેવામાં આવ્યો છે.