બીએસએફની એર વિંગમાં પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનો સમાવેશ | મુંબઈ સમાચાર
નેશનલ

બીએસએફની એર વિંગમાં પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનો સમાવેશ

નવી દિલ્હી : બીએસએફની એર વિંગને પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરને બીએસએફ એર વિંગમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇન્સ્પેક્ટર ભાવના ચૌધરી અને ચાર પુરુષ સબઓર્ડિનેટ અધિકારીઓને તાજેતરમાં બીએસએફના ડિરેક્ટર જનરલ દલજીત સિંહ ચૌધરીએ ફ્લાઇંગ બેજ એનાયત કર્યા હતા.

પંજાબના પૂરમાં એર વિંગના વિવિધ એકમો સાથે તાલીમ લીધી

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચ અધિકારીઓને બીએસએફ એર બ્રાન્ચમાં બે મહિનાની તાલીમ પૂર્ણ કરી હતી. જેમાં ઓગસ્ટમાં શરૂ થયેલી બે મહિનાની ઇન-હાઉસ તાલીમ દરમિયાન પાંચ કર્મચારીઓએ 130 કલાકની તાલીમ લીધી અને પંજાબ અને અન્ય રાજ્યોમાં તાજેતરના પૂર દરમિયાન બીએસએફ એર વિંગના વિવિધ એકમો સાથે ઓપરેશનલ ઉડાનનો અનુભવ પણ મેળવ્યો છે.

ભારતીય વાયુસેનાએ બીએસએફના અધિકારીઓની તાલીમ આપી

બીએસએફ એરવિંગ તેના Mi-17 હેલિકોપ્ટર કાફલા માટે ફ્લાઇટ એન્જિનિયરોની તીવ્ર અછતનો સામનો કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાએ બીએસએફના આ અધિકારીઓની પ્રથમ બેચને તાલીમ આપી હતી, પરંતુ પાંચ કર્મચારીઓની બીજી બેચ વિવિધ અવરોધોને કારણે ત્યાં તાલીમ મેળવી શકી ન હતી.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર રાજ્યસભા ચૂંટણી: ભાજપે 3 ઉમેદવાર કર્યા જાહેર, મુસ્લિમ નેતાનો પણ સમાવેશ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button