દિલ્હીની તિહાર જેલમાં બંધ BRS નેતા k kavithaની તબિયત લથડી: હોસ્પિટલમાં કરાયા દાખલ
નવી દિલ્હી: દિલ્હીની તિહાર જેલમાં બંધ BRS નેતા કવિતાની તબિયત લથડી છે. તેમને હાલ DDU હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી દારૂ કૌભાંડ સાથે સંકળાયેલ કેસમાં કે કવિતા હલ જેલમાં બંધ છે. તેમણે અનેક વખત જામીન માટે અરજીઓ કરી હોવા છતાં તેને કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી.
કવિતા સાથે જોડાયેલા આ કેસને લઈને EDએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ માટે વિજય નાયર અને અન્ય લોકોને ‘સાઉથ ગ્રુપે’ 100 કરોડની લાંચ આપી હતી. જો કે કવિતા આ ગ્રૂપનો હિસ્સો નથી. આ ગ્રૂપમાં દક્ષિણના રાજનેતાઓ, અધિકારીઓ અને વ્યાપારીઓ જોડાયેલા છે. EDએ કરેલા આરોપ અનુસાર કે. કવિતાએ વિજય 19-20 માર્ચ 2021ના રોજ વિજય નાયર સાથે મુલાકાત કરી હતી. કવિતાને આ વર્ષે 15 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
શું છે દિલ્હી દારૂ નીતિ કૌભાંડ ?
17 નવેમ્બર 2021 ના રોજ, દિલ્હીની કેજરીવાલ સરકારે એક્સાઈઝ પોલિસી 2021-22 લાગુ કરી હતી. આ નવી નીતિ આવવાથી સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી અને દારૂની દુકાનો સંપૂર્ણપણે ખાનગી હાથમાં ગઈ. આ નીતિને લાગુ કરતાં દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂ નીતિ માફિયાઓના દબદબાનો અંત લાવશે અને સરકારની આવકમાં વધારો કરશે.
આ પણ વાંચો : Liquor Scam: BRSનાં નેતા કે. કવિતાની જામીન અરજી અંગે આવતીકાલે નિર્ણય
જો કે, આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી અને જ્યારે આ મામલે વિવાદ વધ્યો, ત્યારે સરકારે તેને 28 જુલાઈ 2022 ના રોજ રદ કરી. દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટ દ્વારા 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂ કૌભાંડનો ખુલાસો થયો હતો. આ રિપોર્ટમાં તેણે મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ પછી સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. પૈસાની ગેરરીતિના આરોપો પણ હતા, તેથી EDએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો.