ભારતમાં ગુંજ્યો POK પરત લાવવાનો નારો, પાકિસ્તાન સરકારની ચિંતા વધી

Muzaffarabad: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં(POK) પાકિસ્તાન(Pakistan) વિરુદ્ધ સતત વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં વધતી મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પ્રદર્શનોમાં આઝાદીના નારા લગાવવાના પણ સમાચાર છે. જેની બાદ પાકિસ્તાન સરકાર ગભરાઈ ગઈ છે. શાહબાઝ શરીફે (Shahbaz Sharif) તરત જ મુઝફ્ફરાબાદની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર સાથે બેઠક કર્યા પછી આ મુદ્દાઓને ઉકેલવા માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે.
શાહબાઝ સરકારે 83 મિલિયન ડોલરનું પેકેજ જાહેર કર્યું
જેમાં બુધવારે લોટ અને વીજળીના ભાવને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટૂંક સમયમાં જ વિરોધ હિંસક બન્યો હતો. જેમાં પોલીસ સાથેના ઘર્ષણમાં અંદાજે 90 લોકો ઘાયલ થયા હતા અને ત્રણના મોત થયા હતા. જેની બાદ વિરોધને કાબૂમાં લેવા માટે શાહબાઝ સરકારે 83 મિલિયન ડોલરનું પેકેજ જાહેર કર્યું છે.
Also read – POKમાં મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શનઃ હિંસામાં એકનું મોત, ૧૦૦ ઘાયલ
રેડિયો પાકિસ્તાના અહેવાલ મુજબ એક દિવસની મુલાકાતે પ્રદેશની રાજધાની મુઝફ્ફરાબાદ ગયેલા શાહબાઝે કહ્યું કે લોકોએ તેમની સાચી માંગણીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ આ દરમિયાન કેટલાક તત્વોએ તોફાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાદેશિક સરકારની કેબિનેટની વિશેષ બેઠકને સંબોધતા શાહબાઝે સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
અમિત શાહે શું કહ્યું ?
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આઝાદીના નારા સંભળાવા લાગ્યા કે તરત જ ભારતમાં ફરી એકવાર પીઓકેને પરત લેવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. બંગાળના શ્રીરામપુરમાં એક રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વર્ષ 2019માં કલમ 370 હટાવ્યા બાદ હવે કાશ્મીરમાં કોઈ વિરોધ નથી. હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આઝાદીના નારા લગાવવામાં આવી રહ્યા છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, પીઓકે અમારું અભિન્ન અંગ છે અને અમે તેને લઈશું.
વિદેશ મંત્રીએ પણ નિવેદન આપ્યું હતું
જ્યારે મહારાષ્ટ્રના નાસિકમાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પીઓકે ભારતનો એક હિસ્સો છે, પાકિસ્તાન કે તેનો પાડોશી પીઓકે પર સાર્વભૌમત્વનો દાવો કરી શકે નહીં. જયશંકરે એમ પણ કહ્યું કે 1962ના યુદ્ધ પછી પાકિસ્તાને ચીન સાથે મિત્રતા વધારવા માટે તેના નિયંત્રણ હેઠળનો કાશ્મીરનો લગભગ 5000 કિલોમીટર વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. તેમણે વધુમાં કહ્યું કે અમે કહેતા આવ્યા છીએ કે તમે ત્યાં કબજો કરો છો પરંતુ પીઓકેની માલિકી અમારી છે.
Also read –