દુલ્હા-દુલ્હનની પકડાપકડી!કેમ નવવધુ ભાગી વરરાજા પાછળ?
દિલ્હીમાં લગ્ન ટાણે હાઇ-વૉલ્ટેજ ડ્રામા, ત્રણ દિવસ પોલીસ સ્ટેશનમાં ધમાલ
છપરા: આખા દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને લગ્ન સમારંભો ધૂમમાં ચાલી રહ્યા છે. જોકે, આ દરમિયાન બિહારમાં લગ્નને સંંબંધિત એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
સામાન્ય રીતે તો વરરાજા જાન લઇને આવે છે અને વધુના કટુંબીજનો દિકરીને વિદાય આપે છે. જોકે, બિહારના છપરામાં આનાથી બિલકુલ ઉલટું થયું છે. અહીં નવવધુ વરરાજાને વળાવવા માટે તેના ઘરે પહોંચી ગઇ હતી. વરરાજા 3 દિવસ સુધી વધુથી ભાગતો રહ્યો, પણ અંતે તેને પકડી જ લેવામાં આવ્યો અને તેને પોતાની સાથે દિલ્હી લઇ જવાની તૈયારી ચાલી રહી છે.
ઘટનાની વિગત મુજબ વરરાજાનું નામ ચંદન કુમાર માંઝી છે અને તેણે દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં સોફિયા નામની એક ક્ધિનર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે ત્યાર બાદ તે સોફિયાનો ફોન, પૈસા અને ઘરેણાં લઇને ભાગી ગયો હતો.
જોકે સોફિયા કંઇ ચંદનને આમ છટકી જવા દે તેમાંની નહોતી. તે પોતાના ક્ધિનરોના સમૂહ સાથે ચંદન જ્યાં રહેતો હતો ત્યાંના કોપા પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યાં જઇને હંગામો શરૂ કરી દીધો.
ત્રણ દિવસ સુધી ક્ધિનરોએ ધમાલ મચાવી ત્યારબાદ આખરે પોલીસે ચંદનને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને મામલો થાળે પાડવાના પ્રયત્નો શરૂ કરી દીધા.
ગામ તેમ જ સમાજના લોકોને બોલાવીને બંનેને સમજાવવામાં આવ્યા. ત્યાર પછી ચંદન સોફિયાને પોતાના ઘરે લઇ જવા માટે રાજી થયો. જોકે હવે સોફિયા ચંદનને પોતાની સાથે દિલ્હી લઇ જવાની તૈયારીમાં છે.