દિવાળી પહેલા જ દિલ્હીમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, આનંદ વિહારમાં AQI 281

દિવાળીને હજુ એક મહિનો બાકી છે પરંતુ એ પહેલા દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હી સરકાર દાવો કરી રહી છે કે તેણે પ્રદૂષણ ઘટાડવા માટે એક્શન પ્લાન શરૂ કરી દીધો છે. દિલ્હી સરકારે કહ્યું કે અધિકારીઓને તબક્કાવાર નિયમોનું કડક રીતે અમલમાં કરવા સુચના આપવામાં આવી છે. રસ્તાની બાજુના ખાણીપીણી, હોટલ અને રેસ્ટોરાંમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, શનિવારે સવારે આનંદ વિહારમાં AQI 281 નોંધાયો હતો. ITO ખાતે AQI 191 નોંધવામાં કરવામાં આવ્યો છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ડેટા મળ્યા બાદ પછી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો પ્રથમ તબક્કો NCRમાં લાગુ કરવામાં આવ્યો છે. GRAP ના પ્રથમ તબક્કામાં 27 પોઈન્ટનો એક્શન પ્લાન છે.તમામ પ્રતિબંધો તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે. રવિવારે અંતે ઝરમર વરસાદ પડવાની સંભાવના છે પરંતુ તેનાથી હવાની ગુણવત્તામાં બહુ ફરક પડશે નહીં.
દિલ્હી સરકાર શનિવારથી ‘વિન્ટર એક્શન પ્લાન’ હેઠળ ધૂળ વિરોધી અભિયાન શરૂ કરવા જઈ રહી છે.. આ અભિયાન 7 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી ચાલશે. પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય આજે ધૂળ વિરોધી અભિયાનના પ્રથમ દિવસે વજીરપુર વિસ્તારમાં હોટસ્પોટનું ઓચિંતું નિરીક્ષણ કરશે.